Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Latest News Gujarat : સુરતના ક્લાસ ૧ અધિકારીએ ધર્યું રાજીનામું, 12 કલાકની નોકરીથી બાળકોને નથી અપાતો સમય!

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આજના સમયમાં પતિ અને પત્ની બંને ઘરને ચલાવવામાં પોતાની ભાગીદારી નોંધાવે છે. આ દરમિયાન પરિવાર અને ખાસ કરીને બાળકોને સમય નહિ આપી શકવાની ફરિયાદ ઉઠતી હોય છે. જો કે સામાન્ય પરીવારો માટે આજના સમયમાં આવી ફરિયાદો છતાં કોઈ વિકલ્પ રેહેતો નથી. ત્યારે સુરતના એક રાજીનામાની ચોમેર ચર્ચા થઇ રહી છે. અહી  ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે બાળકોને સમય આપવા માટે રાજીનામું આપી દીધું હતું.

મળતી વિગતો અનુસાર, સુરત મહાનગરપાલિકાના ઈતિહાસમાં પ્રથમ મહિલા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત સ્વાતિ દેસાઈએ ગુરુવારે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા વહીવટી તંત્રમાં ચર્ચા જાગી છે. તેમણે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. સ્વાતિ દેસાઈના આ રાજીનામા અંગેનો અંતિમ નિર્ણય હવે આગામી સમયમાં પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડની બેઠકમાં લેવામાં આવશે. પોતાના આ નિર્ણય પાછળનું કારણ સ્પષ્ટ કરતા સ્વાતિ દેસાઈએ જણાવ્યું હતું કે, તેમના બે ૧૧ વર્ષના જોડિયા બાળકોની સંભાળ રાખવા માટે ઘરમાં અન્ય કોઈ સભ્ય નથી. તેમના સાસુ-સસરા હાલ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને પતિ ખાનગી પેઢીમાં કાર્યરત હોવાથી બાળકોની જવાબદારી તેમના શિરે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, “ડેપ્યુટી કમિશનર તરીકે મારે શનિવાર-રવિવાર સહિત રોજની ૧૨ કલાક ફરજ બજાવવી પડે છે, જેના કારણે હું બાળકોના અભ્યાસ પર પૂરતું ધ્યાન આપી શકતી નથી. બાળકોના ભવિષ્ય અને શિક્ષણને પ્રાધાન્ય આપવા માટે મેં આ પદ છોડવાનો નિર્ણય કર્યો છે.”

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!