Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Latest News Gujarat : કમ્પાઉન્ડર ડબલ મર્ડર કેસમાં ઝડપાયો,વિગતે જાણો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગીર સોમનાથના વેરાવળમાં 24 વર્ષનો કમ્પાઉન્ડર ડબલ મર્ડર કેસમાં ઝડપાયો છે. પડોશી મહિલાને થેલેસેમિયાની તપાસ કરવાને બહાને ઘૂસીને બેભાન કરીને હત્યા કરી દીધી હતી. સોનાચાંદીના દાગીનાની પણ ચોરી કરી હતી.પૂછપરછમાં તેને ચાર મહિના પૂર્વે તેના જ મિત્રની મોર્ફિનની ગોળીઓ આપીને હત્યા કરવાની કબૂલાત કરી હતી. પોલીસે દાગીના ગિરવી રાખતી વખતે ઝડપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ગીર સોમનાથના વેરાવળમાં એક ડૉક્ટરને ત્યાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા 24 વર્ષીય શ્યામ ચૌહાણ નામના આરોપીએ બે હત્યા કરીને સમગ્ર પંથકમાં ચકચાર મચાવી હતી. શ્યામ ચૌહાણે પોતાની પડોશમાં રહેતા ચાંડેગરા પરિવારના ભાવનાબેન ચાંડેગરાને વિશ્વાસમાં લઈને સસ્તામાં થેલેસેમિયા ટેસ્ટ કરી આપવાની લાલચ આપી હતી, જેથી તે તેમનું બ્લડ સેમ્પલ લેવા માટે 11 નવેમ્બર 2025ના તેના ઘરે પહોંચ્યો હતો.

ભાવનાબેનના ઘરે પહોંચેલા શ્યામે બ્લડ તેમનું બ્લડ સેમ્પલ લીધું હતું અને પછી તેમને એનેસ્થેસિયા આપીને બેભાન કરી દીધા હતા, ત્યાર બાદ ત્યાર પછી તેમને શ્વાસ લેવાની તકલીફ ઊભી થયા પછી મોતને ભેટ્યા હતા. શ્યામ ભાવનાબેનના શરીર પરથી ઘરેણા ઉતારીને ફરાર થઈ ગયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.ભાવનાબેનના પરિવારજનોએ આ ઘટનાને લઈને પોલીસને જાણ કરી હતી. શરૂઆતમાં પોલીસને આ આત્મહત્યાનો કેસ લાગ્યો હતો, પરંતુ તેમના શરીર પર ઘરેણા ન જોતા પોલીસે આ કેસ હત્યા અને ચોરીનો હોવાનું અનુમાન લગાવ્યું હતું અને એ જ દિશામાં પોતાની તપાસ શરૂ કરી હતી.ભાવનાબેનના મૃતદેહ પાસેથી મળેલા પુરાવા અને તપાસ બાદ પોલીસને જાણવા મળ્યું કે, ભાવનાબેનના શરીરમાંથી લોહી લેવામાં આવ્યું હતું તથા તેમને એનેસ્થેસિયા પણ આપવામાં આવ્યો હતો. તેથી આ કામને કોઈ તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિએ અંજામ આપ્યો હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું હતું.

હત્યારો કોઈ એવી વ્યક્તિ હોવી જોઈએ, જે સરળતાથી ઘરમાં અવરજવર કરતો હોય, આ સિવાય પોલીસે એવું અનુમાન પણ લગાવ્યું હતું. જેથી પોલીસને ચાંડેગરા પરિવારના પડોશી શ્યામ ચૌહાણ પર શંકા ગઈ હતી.પોલીસ તેના પર સતત નજર રાખી રહી હતી. એક દિવસ શ્યામ ચોરીના ઘરેણા લઈને એક જ્વેલરી શોપમાં ગીરવે મૂકવા ગયો હતો. પરંતુ ત્યાં પોલીસે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ શ્યામ ચૌહાણે પોલીસની પૂછપરછમાં વટાણા વેરી દીધા હતા.

પોલીસ તપાસમાં શ્યામ ચૌહાણે કબૂલ કર્યું કે તે દારૂ જેવા નશા તથા મોજ-મસ્તીનો શોખીન હતો. આવક ઓછી હોવાને કારણે તેને પૈસાની તંગી રહેતી હતી, જેથી તે ચોરી અને હત્યા જેવી ગુનાખોરીના રસ્તે ધકેલાયો હતો.ભાવનાબેનની હત્યાના ચાર મહિના પહેલા શ્યામે પોતાના એક મિત્રને મોર્ફિનની ગોળીઓ ખવડાવીને તેની હત્યા કરી હતી.પોલીસે આ તમામ હત્યાઓને આયોજનપૂર્વકનું કાવતરૂં ગણાવ્યું હતું.ગીર સોમનાથ જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે શરુઆતથી આ કેસ શંકાસ્પદ જણાતો હતો. આરોપી મહિલાને સારી રીતે જાણતો હતો અને રિપોર્ટ બનાવવાના નામે ઘરે ગયો હતો.તપાસમાં મહિલાની હત્યા યોજનાબદ્ધ તરીકે કરી હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીની સામે ડબલ મર્ડર કરવાનો કેસ નોંધ્યો છે,જ્યારે તેની પાછળ હજુ કોઈ ગુનેગારનો હાથ છે કે નહીં તેની તપાસ કરી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!