સુરતના ઘોડદોડ રોડ સ્થિત વેસ્ટફિલ્ડ શોપિંગ કોમ્પલેક્સમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પોલીસે પર્દાફાશ કરી મહિલા સંચાલિકાની ધરપકડ કરી માલિકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
મળતી વિગતો પ્રમાણે ઉમરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, ઘોડદોડ રોડ પર વેસ્ટ ફિલ્ડ શોપિંગ સેન્ટરમાં સુત્રા ડે નામના સ્પા પાર્લરમાં કૂટણખાનું ચાલી રહ્યું છે. જે માહિતીના આધારે પોલીસે અહીં ડમી ગ્રાહક મોકલ્યો હતો અને બાદમાં પોલીસે અહીં દરોડા પાડયા હતા. ઉમરા પોલીસે મહિલા સંચાલિકા રમઝાની ઉર્ફે રાની મોહમ્મદ ખ્વાઝા છોટું મીયાં શેખ (રહે- દેવ આશિષ એપાર્ટમેન્ટ, SVNIT સર્કલ,ઉમરા- મુળ માનખુર્દ, મુંબઈ)ને પકડી પાડી હતી.પોલીસને સ્પામાંથી ગ્રાહકોના ટૂંકા નામ લખેલી નોટબુક મળી આવી હતી. સાથોસાથ ઓનલાઈન પેમેન્ટ માટેનું યુ.આર.કોડ સ્કેનર પણ મળ્યું હતુ. સ્પાના માલિક બિમલા ગગનસિંહ બિસ્ત સાથે મળી સંચાલિકા રમઝાની સ્પા ચલાવે છે. શરીર સુખ માટે આવતા ગ્રાહકો પાસેથી નાણાં વસૂલી લલનાઓ પાસે મોકલી આપતા હતા. પોલીસે યુપીની લલનાને ડિટેઇન કરી હતી. ગ્રાહકો પાસેથી મસાજ પેટે ૨૦૦૦/- શરીર સુખ માણવા બદલ ૫૫૦૦/- વસૂલાતા હતા. જેમાંથી લલનાને ગ્રાહક દીઠ ૧ હજાર ચૂકવાતા હતા. પોલીસે કોન્ડોમ પણ કબ્જે લીધું હતુ. મુદ્દામાલ કબ્જે લઈ ઉમરા પોલીસે વિધિવિત્ ગુનો નોંધી તપાસ આદરી છે.



