નવસારીમાં રિવોલ્વર સાથે ઝડપાયેલા એક વ્યક્તિ કે જે પોતે રાજપૂતાના રેજિમેન્ટનો સૈનિક હોવાનો ડોળ કરતો હતો, તેના મામલે એક મોટો રાજકીય ખુલાસો થયો છે.ઝડપાયેલો આ બોગસ સૈનિક નવસારી જિલ્લા ભાજપના મહિલા મોરચાના ઉપપ્રમુખનો પતિ હોવાનું સામે આવ્યું છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ બોગસ સેનાનો જવાન ઘનશ્યામ સોલંકી નવસારી જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ સરસ્વતી સોલંકીનો પતિ છે. ભાજપની મહિલા અગ્રણીના પતિના આ કૌભાંડને કારણે નવસારી જિલ્લા ભાજપમાં ભારે હડકંપ મચી ગયો છે. ઘનશ્યામ સોલંકી છેલ્લા ઘણા વર્ષોથી સેનાના જવાન હોવાનો ખોટો દાવો કરીને લોકોને છેતરતો હતો અને પોતાની ધાક જમાવતો હતો.પોલીસ દ્વારા ઝડપાયેલા આ નકલી સૈનિકનું નામ ઘનશ્યામ સોલંકી છે. તે પોતે વર્ષોથી ભારતીય સેનાનો જવાન હોવાની ડંફાસો મારતો હતો અને રાજપૂતાના રેજિમેન્ટમાં ફરજ બજાવતો હોવાનો ઢોંગ કરતો હતો. જોકે, SOG દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં તેના આ કારસ્તાનનો પર્દાફાશ થયો હતો.



