Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Latest News Gujarat: ગુપ્ત ખાનામાં છુપાવ્યા હતા પાઉન્ડ અને ડોલર,અમદાવાદ એરપોર્ટ પરથી એક મુસાફર પાસેથી રૂપિયા 42 લાખનું વિદેશી ચલણ ઝડપાયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરી એકવાર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ મોટી સફળતા મેળવી છે. અમદાવાદથી બેંગકોક જવા રવાના થઈ રહેલા એક મુસાફર પાસેથી રૂપિયા 42 લાખથી વધુની કિંમતનું વિદેશી ચલણ ઝડપી લેવામાં આવ્યું છે. આ મુસાફરે પોતાની બેગમાં અત્યંત ગુપ્ત રીતે આ ચલણી નોટો છુપાવી હતી, પરંતુ કસ્ટમ્સની બાજ નજરથી તે બચી શક્યો ન હતો.

ઘટનાની મળતી માહિતી અનુસાર, VietJet Air ની ફ્લાઈટમાં બેંગકોક જવા માટે એક મુસાફર એરપોર્ટ પહોંચ્યો હતો. કસ્ટમ્સ વિભાગને શંકા જતાં મુસાફરની કડક પૂછપરછ અને તેની બેગનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન બેગના અંદરના ભાગમાં ગુપ્ત રીતે છુપાવેલું વિદેશી ચલણ મળી આવ્યું હતું. જેમાં 100 યુએસ ડોલરની નોટો (આશરે રૂપિયા 8.91 લાખ), 50 પાઉન્ડ સ્ટર્લિંગની 214 નોટો (આશરે રૂપિયા 12.73 લાખ) અને 20 પાઉન્ડ સ્ટર્લિંગની 858 નોટો (આશરે રૂપિયા 20.42 લાખ) મળી આવી હતી.કસ્ટમ્સ વિભાગ દ્વારા કુલ 1,172 વિદેશી ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે, જેની કુલ ભારતીય કિંમત અંદાજે રૂપિયા 42,06,000 થાય છે. આ મુસાફર પાસે આટલી મોટી રકમનું ચલણ લઈ જવા માટેના કોઈ માન્ય આધાર પુરાવા ન હતા. પરિણામે, કસ્ટમ્સ એક્ટ, 1962 અને FEMA (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ), 1999 ના ઉલ્લંઘન હેઠળ મુસાફર વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. આ નાણાં ક્યાંથી આવ્યા અને કોને પહોંચાડવાના હતા તે અંગે એજન્સીઓ વધુ તપાસ કરી રહી છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!