Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Latest News Gujarat: ગુજરાતમાં લવાતો 2 કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દાહોદ એલ.સી.બી. અને કતવારા પોલીસે મળીને મોટી કાર્યવાહી કરતા 2 કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે આ દારૂ પ્લાસ્ટિકના રોલની આડમાં છુપાવીને લઇ જવાતો હતો ત્યારે ગુજરાત-મધ્યપ્રદેશ હાઈવે પરથી ઝડપ્યો હતો.

કતવારા પોલીસે એક મામલામાં 48 લાખ રૂપિયાના દારૂ ઝડપી પાડ્યો હતો જ્યારે દાહોદની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 1.35 કરોડ રૂપિયાના વિદેશી દારૂ પર કબજો કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ વાહનો અને શખ્સોને તપાસ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.પોલીસે કરોડોની કિંમતનો દારુ ઝડપી લેતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઉતરાયણ પર્વ માટે આ દારુ ગુજરાતમાં લવાતો હોવાનું જાણવા મળે છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!