Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Latest News Gujarat : વ્હોટ્સએપ પર આર.ટી.ઓ.ચલણની લિંક ઓપન કરવા જતા દુકાનદારે ૫૦ હજાર ગુમાવ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

યેનકેન પ્રકારે નાગરિકો સાથે થઇ રહેલી ઓનલાઇન ઠગાઈની સમસ્યા સતત વધી રહી છે તેવામાં પૂર્વ કચ્છના અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગામની એક સોસાયટીમાં રહેતા એક દુકાનદારને સાયબર ક્રિમિનલોએ તેના વ્હોટ્સએપ પર આર.ટી.ઓ.ચલણની બોગસ લિંક મોકલાવી, દુકાનદારને ખાતામાંથી રૂા.૫૦,૨૦૦ મેળવી લીધા હતા.

મેઘપર બોરીચીની ઓધવદર્શન સોસાયટીમાં રહેતા અને વરસાણા ચોકડી ખાતે કરિયાણાની દુકાન ધરાવતા ચંદ્રકાંત ઉર્ફે જિગર કેશવલાલ ઠક્કરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.૭મી ઓક્ટોબર,૨૦૨૫ના સવારે તેમના વ્હોટ્સએપ પર આર.ટી.ઓ. ચલણની એક લિંક આવી હતી. આ લિંક પર ક્લિક કર્યા બાદ તેમનો સ્માર્ટફોન હેંગ થઇ ગયો હતો. તેઓએ સ્વીચ ઓફ કરવાનો પ્રયાસ કર્યો તેમ છતાં ફોન હેંગ થઇ, બે-અઢી કલાકમાં બંધ થઇ ગયો હતો.આ લિંક મારફતે તેમના ફોનને હેક કરી, રિમોટ એક્સેસ મેળવીને સાયબર ગઠિયાઓએ પ્રથમ તેમના ખાતામાંથી રૂા.૪૦,૦૦૦ તથા રૂા.૧૦,૨૦૦ મળીને કુલ રૂા.૫૦,૨૦૦ બારોબાર મેળવી લીધા હતા. દરમ્યાન, હેંગ થયેલા મોબાઇલ ફોનને ચાલુ કરાવવા માટે હાર્ડ રીસેટ કરીને ફોર્મેટ કરાવ્યો હતો. બાદમાં તેમના ખાતામાંથી બારોબાર રૂપિયા ઊપડી ગયા હોવાનું બહાર આવ્યું હતું.સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કોઇ અજાણ્યા નંબરથી આવેલી એ.પી.કે.ફાઇલ ન ખોલવા જણાવાય છે છતાં ચલણના નામે ડરી જઈને લોકો આવું કરતા હોય છે. વાસ્તવમાં આરટીઓ દ્વારા જે-તે વ્યક્તિના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર જ એસએમએસ દ્વારા ચલણ અંગે જાણકારી આપવામાં આવે છે. આવી કોઇ પણ એ.પી.કે. ફાઇલ ન ખોલવા સાયબર પોલીસે નાગરિકોને અપીલ કરી હતી.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!