સુરતમાં પતંગના દોરાથી એક 45 વર્ષીય વ્યક્તિનું ગળું કપાયું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બનાવ નવી સિવિલ હોસ્પિટલની પાછળના વિસ્તારમાં બન્યો હતો. યુવકનું નામ પશુપતિસિંહ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે યુવક પસાર થઈ રહ્યો હતો ત્યારે પતંગનો દોરો તેના ગળામાં ફસાઈ ગયો હતો. જેના કારણે ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.યુવકનું ગળું કપાયેલું જોઈને તાત્કાલિક સ્થાનિક લોકો ત્યાં એકઠા થયા હતા અને સમય બગાડ્યા વિના ઇજાગ્રસ્ત પશુપતિસિંહને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં યુવકની સારવાર ચાલી રહી છે.



