વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યા બાદ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં આપનું જોર વધી રહ્યું છ. જૂનાગઢ પાસે આવેલા અને કેસર કેરી માટે જાણીતા વંથલીના ખોરાસા ગામે આપ દ્વારા કિસાનસભા યોજવામાં આવી હતી.
આ સભામાં ભાજપ અને કૉંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરો અને પૂર્વ પદાધિકારીઓ હાજર હતા. તેમણે આપનો ખેસ પહેરી લેતા રાજકીય વાતાવરણ ગરમાયું હતું. અહીં હાજર ઘણા નેતાઓ જાણીતા આગેવાન છે ને સો કરતા વધારે કાર્યકરોએ હાથમાં ઝાડું પકડી લેતા ચર્ચાઓ જાગી છે. આ મામલે આપના ધારાસભ્ય હેમંત ખવાએ કહ્યું હતું કે વિસાવદરવાળી થઈ તેના પાયામાં માણાવદર છે.જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પ્રવીણ વાલાભાઈ ચાવડા, તેમના પુત્ર વનરાજ ચાવડા સહિત અનેક દિગ્ગજો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. માણાવદર, વંથલી અને મેંદરડાના ઘણા એવા નેતાઓનો સમાવેશ થાય છે, જે લોકોમાં લોકપ્રિય છે.



