ઉધનામાં મઢીની ખમણી પાસે વિનયનગરમાં ખાન મશીન ટૂલ્સમાં રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. શટરના તાળાના પટ્ટીઓ કાપી તસ્કરો કારખાનામાંથી રૂ. ૧૫.૦૭ લાખની કિંમતના ટૂલ્સ ચોરી ગયા હતા. બે વાગ્યાના અરસામાં એક ફોરવ્હીલમાં આવેલા બે ચોરો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. ચોરી કરનાર સોહેલ ફકરૂદ્દીન કુરેશી (રહે.પિભાહાઉસ, કોલસાગલી, મુંબઇ) અને હુસૈનઅલી શોકતઅલી સૈયદ (રહે.જોશી સંતોષીમાતા નગર, સાપુતારા)ને ઝડપ્યા હતા. આ બંનેએ ચોરીનો માલ દિલ્હીના વેપારી વિશ્વજીત સુધીરકુમાર નટ (રહે.જગદંબા કોલોની, જોહરીપુરા, દિલ્હી)ને વેચ્યાનું જણાવતાં તેની ધરપકડ કરી હતી. ૩.૧૫ લાખની કિંમતનો સામાન કબજે કર્યો હતો.



