સુરતના રેતી કપચીના વેપારી સાથે હુગલી(પ.બંગાળ)ના વેપારીએ રૂા.૨૩.૯૭ લાખની ઠગાઈના કેસમા સેશન્સ કોર્ટે પણ જામીન ફગાવ્યા હતા
કેસની વિગત એવી છે કે, પશ્ચિમ બંગાળ, હુગલી ખાતે કોયલ સેન્ડ ટ્રેડીંગના નામે રેતી કપચીનો વેપાર કરતા ગદાધર ચૌલ અને તેમના પુત્ર કૌશિકે સુરતી વેપારીનો સંપર્ક કરી હુગલીમાં આવેલ અલ્ટ્રાટે કંપનીમા તેમના હસ્તક રેતીનો માલ આપવાનુ જણાવી ચેતનભાઈ પાસેથી ચલણબુક મેળવી હતી. ત્યાર બાદ પિતા-પુત્રએ જુલાઈ-ઓગ્ટ ૨૦૨૫ દરમિયાન અલ્ટ્રાટેક કંપનીને માલ ડીલીવરી કર્યાના અને માલ સ્વીકાર્યાના સહી-સિકકાવાળા મોકલી આપી તેવા માલ પેટે રૂા.૨૯.૦૧ લાખ પડાવ્યા હતા. હુગલીના પિતા-પુત્રનો સંપર્ક કરી તે બાબતે પોલીસ ફરિયાદ કરવાનુ કહેતા આરોપીએ વેપારી આલમમા પોતાની ઈજ્જત બચાવવા શરૂઆતમાં રૂા.૫.૦૪ લાખ ચૂકવી તયાર બાદ ભૂગર્ભ ઊતરી ગયા હતા.
છેવટે સુરતી વેપારીએ અડાજણ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતા પોલીસે હુગલી જઇ આરોપી ગદાધર ચૌરની ધરપકડ કરી તેના ટ્રાન્ઝીટ રીમાન્ડ મેળવી સુરત લાવતા કોર્ટે આરોપીને લાજપોર જેલ ભેગો કર્યા હતો. આરોપી ગદાધર ચૌલે જામીન મુકત થવા જામીન અરજી કરી હતી. મૂળ ફરિયાદી તરફે વકીલ નરેશ ગોહિલે સોગંદનામૂ રજૂકરી આરોપીની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. સેશન્સ જજ શ્રી જોષી સાહેબે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી. અન્ય આરોપી કૌશિક ચૌલ પોલીસ ધરપકડથી બચવા લપાતા છૂપાતા ફરે છે.



