સુરતશહેરમાં આવેલા ગોડાદરા ખાતે રહેતા અગરબત્તીના દુકાનદારે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકે માનસિક બીમારીથી કંટાળીને આપઘાતનું અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ બિહારના વતની અને હાલમાં ગોડાદર વિસ્તારમાં આવેલી બી.કે.નગર સોસાયટીમાં રહેતા 21 વર્ષીય મનોજભાઈ રાધેશ્યામ પાસવાન અગરબત્તીની દુકાનમાં નોકરી કરી પરિવારમાં પત્ની અને એક પુત્ર સહિતના પરિવાર સાથે રહેતા હતા. મનોજભાઈને માનસિક બીમારી હતી. જેથી કંટાળી તેમને મંગળવારે રાત્રે ઘરની લોખંડની એંગલ સાથે દોરડું બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની શક્યતા છે. આ અંગે વધુ તપાસ ગોડાદરા પોલીસ કરી રહી છે.



