સુરત શહેરમાં આવેલા લસકાણા ડાયમંડ નગરમાં રહેતા ૧૯ વર્ષીય યુવાને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પિતા સાથે થયેલા ઝઘડાનું માઠું લાગી આવતા યુવાને આપઘાતનું પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઓરિસ્સા ગંજામના વતની અને હાલ લસકાણા ડાયમંડ નગર ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ લુમ્સ ખાતામાં ૧૯ વર્ષીય સુમન સન્યાસી સ્વાઇ પિતા સાથે રહેતો હતો. સુમન લુમ્સ ખાતામાં કામ કરી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતો હતો. ગત ૧૨મી રાત્રે સુમનનો પિતા સાથે કોઈ બાબતને લઈ ઝઘડો થયો હતો. જે ઝઘડાનું માઠું લગાડી સુમને ઘરે એકલતાનો લાભ લઇ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વધુ આગળની તપાસ લસકાણા પોલીસ કરી રહી છે.




