વ્યારાના ચાંપાવાડીગામના વિસ્તારમાં આવેલ આમલી ફળીયામાં રહેતા અરૂણાબેન ઝીણાભાઈ ચૌધરી ઉપર ઘરે જ દીપડાએ અચાનક હુમલો કર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે, દીપડાએ હુમલો કરતા મહિલાએ બુમાબુમ કરતા દીપડો ભાગી છુટયો હતો. જોકે મહિલાને હાથના ભાગે પંજાથી ઈજા પહોંચી હતી. આમલી ફળીયામાં ચારેતરફ ખેતરો હોવાથી વન્યપ્રાણીને સરળતાથી રહેણાંક મળી રહેતું હોય જે રાત્રિ દરમિયાન ઘરો તરફ શિકારની શોધમાં આવી જાય છે. ચાંપાવાડી ગામમાં આંતક મચાવી રહેલા દીપડાને પાંજરે પુરવાની કવાયત વન વિભાગ કરે તે જરૂરી છે.




