વાલોડ તાલુકાના બાજીપુરા ગામના પુલ ફળીયામાંથી તા.૦૧/૦૯/૨૦૨૫ નારોજ વરલી મટકાના આંકો પર જુગાર રમાડતા (૫૧ વર્ષીય) દિલીપભાઈ બાબુભાઈ રાઠોડ નામના શખ્સને વાલોડ પોલીસ સ્ટાફના માણસોએ જુગારના સાધનો સાથે ઝડપી પાડ્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર ઝડપાયેલો આ શખ્સ ફળીયામાં બોરડીના ઝાડ નીચે બેસી શ્રીદેવી બજારના નિકળતા આંકો પર આવતા જતા ઇસમો પાસે પૈસા વતી લખી લઇ જુગાર રમાડતો હતો.આ મામલે વાલોડ પોલીસે પકડાયેલા આરોપી પાસેથી જુગારના સાધનો સહીત રોકડા રૂપિયા ૪૩૫૦/- જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



