જિલ્લા એસઓજી પોલસી સ્ટાફ દ્વારા તા.૩૦મી ઓગસ્ટ નારોજ ઉચ્છલ-નિઝર રોડ ઉપર આવેલ રામનગર એપાર્ટમેંટ સોસાયટીમા એક દુકાનમાં જુબેરભાઈ યુસુફભાઇ શેખ (ઉ.વ.૨૬ રહે.નવાપુર, ભગતવાડી, તા.નવાપુર જી.નંદુરબાર, મહારાષ્ટ્ર)નાની પૂછપરછ હાથ ધરતા દુકાન બે વર્ષથી ભાડેથી ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું. દુકાનના માલીક દિપચંદભાઇ પ્રેમલાલભાઇ જૈસવાલ રહે.નવાપુર, સ્ટેટ બેંકની પાછળ, તા.નવાપુર જી. નંદુરબાર, મહારાષ્ટ્ર નાઓ છે. અને તેઓને સદર દુકાનનુ માસીક રૂપિયા ૬,૦૦૦/- ભાડુ આપે છે. અને તેઓએ આ દુકાન ભાડે રાખેલ તે વખતે દુકાન માલીકે કોઇ ભાડા કરાર કરેલ નથી અને આઇ.ડી. પ્રુફ કે ફોટા માગેલ નથી અને તેઓએ દુકાન ભાડે આપ્યાની નજીકના પોલીસ સ્ટેશનમા પણ જાણ કરી નહતી,જિલ્લા એસઓજીએ આ મામલે દુકાન માલિક દિપચંદભાઇ જૈસવાલ વિરુધ્ધ મે.કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ નાઓના જાહેરનામાનો ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



