નિઝરના સરવાળા ગામના પટેલ ફળીયામાં રહેતી શીતલબેન પ્રવીણભાઈ પટેલ (ઉ.વ.૪૬) કુટુંબ પરિવાર સાથે રહે છે, વાંકા પી.એચસી તથા નિઝર સી.એચ.સી. ખાતે સને ૨૦૦૮ થી આશા વર્કર તરીકે ફરજ બજાવે છે. શીતલબેન પટેલના મોબાઈલ ફોન ઉપર ગત તા.૨૧/૦૮/૨૦૨૫ નારોજ કોઈ અજાણ્યા શખ્સનો ફોન આવેલો અને તેણે શીતલબેનને જણાવેલ કે,તમારા પતિ પ્રવિણભાઇ રોહિદાસભાઇ પટેલ નાઓના LIC ના રૂપિયા ૧૩ હજાર આવેલ છે તેમ જણાવી પ્રથમ ૧૦ હજાર તથા બીજી વખત ૩૦ હજાર તથા ત્રીજી વખત ૨૭ હજાર મળી ત્રણ વખત શીતલબેનના મોબાઇલમાં મેસેજ મોકલી ખાતામાં ૧૩ હજારની જગ્યાએ ભૂલથી વધુ રૂપિયા નાખી દીધા હોવાનું અજાણ્યા શખ્સે જણાવ્યું હતું અને રકમ પરત પોતાના ખાતામાં નાખી આપો જણાવી અલગ અલગ મોબાઇલ નંબરો તથા આઈડીઓ આપી શીતલબેનના ખાતા માંથી અલગ અલગ સમયે કુલ્લે ૪૧ હજાર રુપિયા ટ્રાન્સફર કરાવી ઓનલાઇન છેતરપિંડી ઠગાઇ કરી હતી. બનાવ અંગે ૩૦મી ઓગસ્ટ નારોજ ફરિયાદના આધારે બનાવ દાખલ કરી નિઝર પોલીસ દ્વારા નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી છે. 



