કુકરમુંડા તાલુકાના સદગવાણ ગામની સરકારી પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં લોખંડની પેટીમાં મુકેલી પ હોર્સ પાવરની સબ મર્શીબલ મોટર જેની કિંમત રૂપિયા ૨૦ હજાર તા.૨૯-0૮-૨૦૨૫ ના રોજ કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી ગયો હતો. જેની ફરિયાદ શિક્ષક વિનોદભાઇ ઘુઘાભાઈ ઠંઠએ કુકરમુંડા પોલીસ મથકે કરી હોવાનું જાણવા મળ્યું છે.



