જિલ્લા કલેક્ટરશ્રી તાપીના હુકમથી ૪૫ કિલોની ભરતીવાળી કુલ-૭૭૦ બેગ ( ૩૪૬૫ કિ.ગ્રા) સબસીડાઈઝ નીમ કોટેડ યુરીયા ખાતરનો જથ્થો રાજ્યસાત કરી નિયંત્રીત કિમતે નિકાલ કરવાનો હોવાથી જથ્થોમિશ્ર રાસાયણીક ખાતરનું ઉત્પાદન કરવા અંગેનો અધિકૃત પરવાનો ધરાવતા ઉત્પાદકોને રૂ. ૫૯૨૩/- પ્રતિ મે.ટનના ભાવે વેચાણથી આપવાનું રહે છે.
આથી કોઈ પણ કંપની/સંસ્થા સદર નીમ કોટેડ યુરીયા ખાતરના જથ્થાની ખરીદી ઉપરોક્ત ભાવે ખરીદી કરવા ઇચ્છુક હોય તો કંપની/સંસ્થાના જવાબદાર વ્યક્તિ આગામી તા. ૨૯ જુલાઈ ના રોજ ઉચ્છલ પોલીસ સ્ટેશન,તા. ઉચ્છલ,જિલ્લો. તાપી ખાતે ખાતરના જથ્થાની સ્થિતી/ જથ્થો ચકાસવા રૂબરૂમાં જાતે હાજર રહેવાનું રહેશે અને ત્યારબાદ જો આ ખાતરનો જથ્થો ખરીદવા ઇચ્છુક હોય તો તે અંગેની સંમતી જરૂરી આધાર પુરાવા સાથે તા.આગામી ૦૫ ઓગસ્ટ સુધીમાં સીલબંધ કવરમાં આર. પી. એ. ડી. દ્વારા નાયબ ખેતી નિયામકશ્રીની કચેરીને મોકલી આપવાનું રહેશે એમ નાયબ ખેતી નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
