સોનગઢ તાલુકાના મંગલદેવ ગામમાં સોનગઢ ફાટા નજીક પતરાના ખુલ્લા શેડમાં વરલી મટકાના અંક પર જુગાર રમતા નવ જુગારીઓને ઝડપી પાડવામાં તાપી એલસીબી પોલીસને સફળતા મળી છે.
પોલીસે સ્થળ પરથી અંદાજિત ૪.૨૧ લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.તાપી જિલ્લા એલસીબીની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢ ફાટા ત્રણ રસ્તા પાસે આવેલ રાહુલ કિરાણા સ્ટોર્સ નામની દુકાનની પાછળના ભાગે એક પતરાનો ખુલ્લો શેડ આવેલો છે. જ્યાં કેટલાક ઇસમો આંકડો લખે છે. જેથી ત્યાં પોલીસે છાપો માર્યો હતો. જ્યાં જુગાર રમી રહેલા નવ જુગારીઓની ધરપકડ કરી હતી. જ્યારે દિપકભાઈ શરદચંદ્ર પાટિલ (રહે શરાફ ગલી, નવાપુર, મહારાષ્ટ્ર), યોહાન ગુર્જર ભીલ (રહે સાદડુન, તા. સોનગઢ, ) અને બલીરામ રેવજયા મુકયા (રહે ટીમ્બરથવા, તા. સુબીર, જી.ડાંગ)ને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે સ્થળ પરથી નવ મોબાઇલ ફોન કિંમત રૂ. ૪૫ હજાર, ચાર મોટર સાઈકલ કિંમત રૂ. ૧.૭૦ લાખ, એક કાર કિંમત રૂ.૧.૫૦ લાખ મળી કુલ ૪,૨૧,૧૪૦/- રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.




