વ્યારાના પાનવાડી ખાતે રેસ્ટોરન્ટમાં યુવતીને કરંટ લાગતા તેને તાત્કાલિક જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.મળતી વિગત મુજબ વ્યારા નજીક પાનવાડી ખાતે વનશ્રી રેસ્ટોરન્ટ ઉપર કામ કરતા વ્યારા તાલુકાના કરંજવેલ ગામના નિશાળ ફળીયાના રહીશ પ્રિયંકાબેન મહેશભાઈ ગામીતને અચાનક રેસ્ટોરન્ટમાં કામ કરતી વખતે વાયર સાથે અડી જતા વીજકરંટ લાગ્યો હતો. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
