વ્યારાના ઊંચામાળા ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાડવા મુદ્દે ગ્રામજનોમાં આક્રોશ વ્યાપ્યો છે. મીટર જો આગામી આઠ દિવસમાં જીઇબી દ્વારા ઉપાડી લેવામાં ન આવે તો મીટરની હોળી કરવાની ચીમકી ઉચ્ચારતી રજુઆત ડીજીવિસીએલની વ્યારા શાખા ખાતે ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી.
વ્યારા તાલુકાના ઉંચામાળા ગામમાં સ્માટ મીટર વીજગ્રાહકોને ફાળવાતા જે મુદ્દે આક્રોશ રહીશોમાં ભભુકી ઉઠ્યો છે. ઊંચામાળા ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગ્રામજનોએ ડીજીવિસીએલની વ્યારા શાખા ખાતે નાયબ ઇજનેરને લેખિત રજુઆત સાથે જણાવ્યું હતું કે, સ્માર્ટ મીટરનો ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે, તાત્કાલીક મીટર ગામમાંથી ઉપાડી લેવામાં આવે તે જરૂરી છે. જો સ્માર્ટ મીટર ઉંચકવામાં કોઈ કાર્યવાહી ડીજીવિસીએલ દ્વારા કરવામાં ન આવશે અને આગામી આઠ દિવસમાં કોઈ નિર્ણય ન લેવાઈ તો ગ્રામજનો સ્માર્ટ મીટરની હોળી કરશે.




