ઉચ્છલનાં લીંબાસોટી ગામમાં રહેતા અને સુમુલમાં નોકરી કરતા યુવકે ગેસ એજન્સી મેળવવા ઓનલાઇન ફોર્મ ભરપાઇ કરતા જેમાં બે ઠગબાજોએ એજન્સીના રજીસ્ટ્રેશનના નામે રૂપિયા ૧૨,૫૦૦ ટ્રાન્સફર કરાવી લીધા બાદ લાયસન્સ માટે રૂપિયા ૯૨,૫૦૦/-ની માંગણી કરાતી રહેતા આખરે યુવકે ઓનલાઈન ફ્રોડ કરનાર અજાણ્યાઓ સામે ફરિયાદ નોંધી હતી.
મળતી માહિતી મુજબ, ઉચ્છલ તાલુકાનાં લીંબાસોટી ગામના રહીશ મજુભાઈ નરસિંહભાઈ વસાવા (ઉ.વ.૪૧)એ ગેસ ડિલરશીપ માટે ગુગલ ક્રોમ ઉપર સર્ચ કરતા જુદા-જુદા પેજ ઓપન થયા હતા. જેમાં એક પેજ ખોલી જે ફોર્મ તારીખ ૦૫/૦૪/૨૦૨૫ નારોજ ભરવામાં આવ્યું હતું.
ત્યારબાદ એજન્સીનું કન્ફર્મેશન નંબર અને રજીસ્ટ્રેશન નંબર મેઈલ ઉપર મોકલાવેલ તથા જેઓએ મોકલેલા એકાઉન્ટ નંબર ઉપર રજીસ્ટ્રેશન માટેની ફી રૂપિયા ૧૨,૫૦૦ મોકલવા કહેતા જે લીંબાસોટીના યુવકે મોકલી આપી હતી. ત્યારબાદ કે.વિનોદ નામના નોડલ ઓફિસરની ઓળખ આપી ઈસમે એજન્સીના લાઇસન્સ માટે રૂપિયા ૯૨,૫૦૦/- ભરવાની વાત કરી હતી. જોકે વારંવારના કોલ આવતા ફોડ થઈ રહ્યાનો અહેસાસ થતા યુવાને નાણાં ન મોકલતા અજાણ્યા ઇસમોને રૂપિયા ૧૨,૫૦૦ પરત કરવાનું જણાવ્યું હતું. પરંતુ જેઓએ નાણાં પરત ન કરતા લાયસન્સ માટે રૂપિયા ૯૨,૫૦૦/-ની માંગણી કરતા રહેતા આખરે ઓનલાઇન છેતરપિંડી કરનાર અજાણ્યા ઇસમો મનીશ બંસલ, કે.વિનોદ સામે ઉચ્છલ પોલીસ મથકે તારીખ ૧૭/૦૬-૨૦૨૫ નારોજ ફરિયાદ કરી હતી.
