તાજા સમાચાર

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર

Local News : તાપી જિલ્લામાં જુગારધામ પર પોલીસનો સપાટો: કુકરમુંડા અને ઉચ્છલમાંથી ૩ શખ્સો ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. શનિવારના રોજ જિલ્લાના કુકરમુંડા અને ઉચ્છલ તાલુકામાં પોલીસે અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડી મુંબઈથી ઓપરેટ થતા ‘મિલન’ અને ‘વરલી’ મટકાના આંકડા પર જુગાર રમાડતા ત્રણ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

કુકરમુંડા પોલીસ મથકની ટીમ ૨૮ ફેબ્રુઆરીના રોજ પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે ભોઈ ગલી વિસ્તારમાં જાહેર રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં મુંબઈના ‘મિલન મટકા’ પર જુગાર રમાડતા બે શખ્સો પોલીસના હાથે ઝડપાયા હતા.(૧) નેહરૂભાઈ રત્યાભાઈ પાડવી (ઉં.વ. ૫૮, રહે. પાટી) અને (૨) મોહનભાઈ મરૂભાઈ પાડવી (ઉં.વ. ૫૦, રહે. આમોદા)ને ગેરકાયદેસર રીતે હાર-જીતનો જુગાર રમાડતા રંગેહાથ ઝડપાયા.પોલીસે આ બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બીજી તરફ, તાપી જિલ્લા એલસીબીની ટીમે ઉચ્છલ તાલુકાના કરોડ ગામે કાર્યવાહી કરી હતી. બાતમી મળી હતી કે પારસી ફળિયામાં એક ઈસમ પોતાના ઘરના ઓટલા પર બેસી મુંબઈથી નીકળતા ‘વરલી મટકા’ના આંકડા લખી રહ્યો છે.પોલીસે દરોડો પાડી જયસિંગ દામુભાઇ ગાવિત (ઉં.વ. ૫૪, રહે. કરોડ) ને ઝડપી પાડ્યો હતો.સ્થળ પરથી વરલી મટકાના આંકડા લખેલા કાગળો અને અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!