તાજા સમાચાર

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર

Local News : ઝંખવાવ પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર આરોપી હસનેન સિદ્દીક મુલતાની ને સુરત એલ.સી.બી.એ ઝડપી પાડ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત જિલ્લા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડને એક મોટી સફળતા મળી છે. ઝંખવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પશુ ક્રૂરતાના ગંભીર ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપી હસનેન સિદ્દીક મુલતાનીને સવાગામની હદમાં આવેલી હોનેસ્ટ હોટલ પાસેથી બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ઝંખવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હામાં આરોપી હસનેન સિદ્દીક મુલતાની (ઉં.વ.૨૮) હાલ રહે.ડુંગરી ફળીયું,વાલીયા,જી. ભરૂચ (મૂળ રહે.ઝંખવાવ ગામ,મામા ફળીયું, તા.માંગરોળ, જી.સુરત) નો પોલીસની ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો. જોકે તપાસ દરમિયાન હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ બળદેવભાઈ અને પંકજભાઈ મનહરભાઈને ખાનગી બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી હસનેન મુલતાની સવાગામ પાસે આવેલી હોનેસ્ટ હોટલ પર હાજર છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને દબોચી લીધો હતો.ઝડપાયેલા આરોપીની સઘન પૂછપરછ કર્યા બાદ તેને કાયદેસરની કાર્યવાહી માટે ઝંખવાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

error: Content is protected !!