તાજા સમાચાર
Local News Valsad : વલસાડ રૂરલ પોલીસે વાંકલ ચાર રસ્તા પાસેથી દારૂ ભરેલી મોપેડ સાથે એકને ઝડપ્યો: રૂ.૬૭,૫૦૪નો મુદ્દામાલ જપ્ત | Local News Valsad : બગવાડા ટોલનાકા પાસે રેતીની આડમાં લઈ જવાતો રૂ.૪૫ લાખથી વધુનો દારૂ ઝડપાયો | Local News Vapi : વાપીમાં કન્ટેનરની ટક્કરે રાહદારીનું કરુણ મોત: પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી | Local News Valsad : ઉમરગામના અચ્છારી ગામે ફટાકડા ફોડવા બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ: સામસામી ફરિયાદ | Local News: કામરેજના માંકણામાં કૌટુંબિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું: જેઠ-દિયર અને વહુએ સામસામી ફરિયાદ નોંધાવી | Local News: કામરેજમાં મંડપના ગોડાઉન માલિક પર હુમલો,આરોપી નશાની હાલતમાં છરી સાથે પોલીસ સ્ટેશન સુધી પીછો કર્યો |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
Local News Valsad : વલસાડ રૂરલ પોલીસે વાંકલ ચાર રસ્તા પાસેથી દારૂ ભરેલી મોપેડ સાથે એકને ઝડપ્યો: રૂ.૬૭,૫૦૪નો મુદ્દામાલ જપ્ત | Local News Valsad : બગવાડા ટોલનાકા પાસે રેતીની આડમાં લઈ જવાતો રૂ.૪૫ લાખથી વધુનો દારૂ ઝડપાયો | Local News Vapi : વાપીમાં કન્ટેનરની ટક્કરે રાહદારીનું કરુણ મોત: પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી | Local News Valsad : ઉમરગામના અચ્છારી ગામે ફટાકડા ફોડવા બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ: સામસામી ફરિયાદ | Local News: કામરેજના માંકણામાં કૌટુંબિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું: જેઠ-દિયર અને વહુએ સામસામી ફરિયાદ નોંધાવી | Local News: કામરેજમાં મંડપના ગોડાઉન માલિક પર હુમલો,આરોપી નશાની હાલતમાં છરી સાથે પોલીસ સ્ટેશન સુધી પીછો કર્યો |

Local News Valsad : ઉમરગામના અચ્છારી ગામે ફટાકડા ફોડવા બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ: સામસામી ફરિયાદ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉમરગામ તાલુકાના અચ્છારી ગામે રવિવારે રાત્રે ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. બંને પક્ષોએ એકબીજા પર ઈંટો અને ઢીકાપાટુ વડે હુમલો કરતા અનેક યુવાનો લોહીલુહાણ થયા હતા. આ મામલે ભિલાડ પોલીસ મથકે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી છે.

પ્રથમ ફરિયાદ અનુસાર, ફરિયાદી રાકેશભાઈ ભીખુભાઈ વારલીએ જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે ભારત ક્રિકેટ મેચ જીતી જતાં તેમનો પિતરાઈ ભાઈ સંદીપ ઘર આંગણે ફટાકડા ફોડી રહ્યો હતો. આ સમયે પાડોશમાં રહેતા ભાવેશ હળપતી, આકાશ, ધર્મેશ અને પ્રીન્સ હળપતી ત્યાં આવ્યા હતા અને ‘ફટાકડા કેમ ફોડો છો?’ તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. આ શખ્સોએ ઉશ્કેરાઈને રાકેશભાઈ અને રોહિત નામના યુવાનના માથામાં ઈંટો મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. સામે પક્ષે ધર્મેશભાઈ ભરતભાઈ હળપતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના કુટુંબી મુકેશભાઈએ ફટાકડા ફોડવાની ના પાડતા સામા પક્ષના નિમેશ ધોડી, રાકેશ વારલી, રોહિત અને અમિત વારલીએ ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો. જેમાં સચિન અને પ્રીન્સ નામના યુવાનોને માથાના ભાગે ઈંટો વાગતા તેઓને હોસ્પિટલમાં ટાંકા લેવા પડ્યા હતા.ભિલાડ પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!