તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Local News: કામરેજના માંકણામાં કૌટુંબિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું: જેઠ-દિયર અને વહુએ સામસામી ફરિયાદ નોંધાવી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરતના કામરેજ તાલુકાના માંકણા ગામમાં શનિવારે સાંજે કૌટુંબિક વિખવાદને કારણે જાહેરમાં હંગામો મચી ગયો હતો. છેલ્લા ત્રણ વર્ષથી અલગ રહેતા પતિ-પત્નીના વિવાદમાં જેઠ-દિયર અને પત્ની તેમજ સ્થાનિકો વચ્ચે ઝપાઝપી થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. કામરેજ પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે માંકણા ગામની રિદ્ધિ-સિદ્ધિ રેસીડેન્સીમાં રહેતી કોમલબેન રાજ્યગુરુએ ફરિયાદ નોંધાવી છે કે, તેના પતિ સાથે કોર્ટમાં ભરણપોષણનો કેસ ચાલી રહ્યો છે. શનિવારે સાંજે તેના પાડોશીએ જાણ કરી હતી કે બે અજાણ્યા શખ્સો હેલ્મેટ પહેરી ઘર અને ગાડીનો વિડીયો ઉતારી રહ્યા છે. સ્થાનિકોએ પીછો કરી આ શખ્સોને પકડ્યા ત્યારે તે કોમલબેનના જેઠ મુક્તેશભાઈ અને દિયર મંજીતભાઈ હોવાનું બહાર આવ્યું હતું. કોમલબેનનો આક્ષેપ છે કે આ બંને તેમનો પીછો કરી હેરાન કરી રહ્યા છે.

સામે પક્ષે ભાવનગરના રહેવાસી અને વ્યવસાએ વકીલ એવા દિયર મંજીતભાઈ રાજ્યગુરુએ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ, તેઓ કોર્ટના કામે સુરત આવ્યા હતા અને દેવનારાયણ સ્ટોર્સ પાસે ઉભા હતા. તે સમયે સ્થાનિક કનુભાઈ આહિર અને અન્ય શખ્સોએ તેમને રોકી, હેલ્મેટ ખેંચી લઈ ઢીકાપાટુનો માર માર્યો હતો. આક્ષેપ છે કે કનુભાઈએ પોતાને સોસાયટીના પ્રમુખ ગણાવી ‘તમને મારીને કેનાલમાં ફેંકી દઈશું’ તેવી ધમકી આપી હતી. વધુમાં, કોમલબેન અને તેના ભાઈ તુષાર જોશીએ પણ ત્યાં આવી ઝપાઝપી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. કામરેજ પોલીસે બંને પક્ષોની ફરિયાદના ગુનો દાખલ કર્યો છે.