Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બોટાદમાં મહિલાને ધમકી આપનાર પિતા-પુત્રી સામે ફરિયાદ નોંધાવી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભાવનગર જિલ્લાનાં બોટાદના ગઢડા રોડ પર રહેતા મહિલાને પિતા-પુત્રીએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મળતી માહિતી મુજબ, બોટાદના ગઢડા રો, કષ્ટભંજન સોસાયટી, પ્રથમ બ્લોકમાં રહેતા સંગીતાબેન અરવિંદભાઈ બારૈયાની શેરીમાં રહેતો પ્રેમજી તાણેસર નામના શખ્સે પાળેલો કૂતરો શેરીમાં છુટો મુકતા સંગીતાબેનના પુત્ર માનવને કરડી ગયું હતું.

જેથી મહિલાએ શખ્સને તમારો કૂતરો મારા દિકરાને કરડેલ છે, તો તમારે દવાખાને લઈ જવો જોઈએ તેમ કહેતા તે વાત બાબતે ઉશ્કેરાઈ જઈ પ્રેમજી અને તેની મોટી દીકરીએ ઢીકાપાટુંનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે સંગીતાબેન બારૈયાએ પિતા-પુત્રી સામે બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.(સૌજન્ય)