તાજા સમાચાર
Local News Valsad : વલસાડ રૂરલ પોલીસે વાંકલ ચાર રસ્તા પાસેથી દારૂ ભરેલી મોપેડ સાથે એકને ઝડપ્યો: રૂ.૬૭,૫૦૪નો મુદ્દામાલ જપ્ત | Local News Valsad : બગવાડા ટોલનાકા પાસે રેતીની આડમાં લઈ જવાતો રૂ.૪૫ લાખથી વધુનો દારૂ ઝડપાયો | Local News Vapi : વાપીમાં કન્ટેનરની ટક્કરે રાહદારીનું કરુણ મોત: પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી | Local News Valsad : ઉમરગામના અચ્છારી ગામે ફટાકડા ફોડવા બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ: સામસામી ફરિયાદ | Local News: કામરેજના માંકણામાં કૌટુંબિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું: જેઠ-દિયર અને વહુએ સામસામી ફરિયાદ નોંધાવી | Local News: કામરેજમાં મંડપના ગોડાઉન માલિક પર હુમલો,આરોપી નશાની હાલતમાં છરી સાથે પોલીસ સ્ટેશન સુધી પીછો કર્યો |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
Local News Valsad : વલસાડ રૂરલ પોલીસે વાંકલ ચાર રસ્તા પાસેથી દારૂ ભરેલી મોપેડ સાથે એકને ઝડપ્યો: રૂ.૬૭,૫૦૪નો મુદ્દામાલ જપ્ત | Local News Valsad : બગવાડા ટોલનાકા પાસે રેતીની આડમાં લઈ જવાતો રૂ.૪૫ લાખથી વધુનો દારૂ ઝડપાયો | Local News Vapi : વાપીમાં કન્ટેનરની ટક્કરે રાહદારીનું કરુણ મોત: પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી | Local News Valsad : ઉમરગામના અચ્છારી ગામે ફટાકડા ફોડવા બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ: સામસામી ફરિયાદ | Local News: કામરેજના માંકણામાં કૌટુંબિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું: જેઠ-દિયર અને વહુએ સામસામી ફરિયાદ નોંધાવી | Local News: કામરેજમાં મંડપના ગોડાઉન માલિક પર હુમલો,આરોપી નશાની હાલતમાં છરી સાથે પોલીસ સ્ટેશન સુધી પીછો કર્યો |

Local News Vapi : વાપીમાં કન્ટેનરની ટક્કરે રાહદારીનું કરુણ મોત: પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વાપીના ડુંગરા વિસ્તારમાં રવિવારે સાંજે સર્જાયેલા એક ભીષણ અકસ્માતમાં રોડ ક્રોસ કરી રહેલા એક યુવકને પૂરઝડપે આવતા કન્ટેનરે અડફેટે લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ મામલે ડુંગરા પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ફરિયાદી ઇજહર અહમદ ખાન અને મૃતક અન્સાર ઇલ્તાફ શેખ બંને છેલ્લા સાત-આઠ મહિનાથી ડુંગરા ખાતે ઇમરાનભાઈની વાડીમાં રહી ખેતીકામ કરતા હતા. ગત રવિવાર, ૦૮ માર્ચ ના રોજ સાંજે આશરે ૦૬:૦૦ વાગ્યે, અન્સાર શેખ ડુંગરા ભોપાલી નગર ગેટ પાસે જાહેર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે સેલવાસથી વાપી તરફ પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક ટાટા કન્ટેનર નંબર એમએચ/૦૪/એલક્યુ/૦૧૫૬ના ચાલકે અન્સારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે અન્સારને કમર અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ચલા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે વલસાડ સિવિલ અને ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.આ ઘટના અંગે મૃતકના મિત્ર ઇજહર અહમદ ખાને ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

error: Content is protected !!