તાપી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે લોટરી ફોડ કરનાર આંતરરાજ્ય ગેંગનાં મુખ્ય આરોપીઓને લોટરી ફ્રોડનાં સંસાધને સહિત કોલ સેન્ટર સાથે બિહારથી ઝડપી પાડી સાયબર ક્રાંઈમ પોલીસ સ્ટેશનનાં ખાતેના લોટરી ફ્રોડનો ગુનો ડીટેકટ કર્યા હતા. લોટરી ફોડના ગુન્હામાં ઝડપાયેલ આરોપીઓ પાસેથી કુલ ૧૫ મોબાઈલો જેની કિંમત રૂપિયા ૯૪,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
તાપી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી કે, કુરીયર મારફતે તેઓના ઘરે ધન લક્ષ્મી કુબેર વર્ષા યંત્ર પ્રાઇવેટ લિ.નામની કંપનીનો બનાવટી પત્ર મોકલી તેની સાથે મોકલેલ લોટરી કુપનમાં તેઓને લોટરી લાગેલી છે તેવી લાલચ આપી, લોટરીનાં નાણાં મેળવવા આરોપી અલગ-અલગ ટેક્ષ ભરવો પડશે અને આ ટેક્ષની રકમ થોડા દિવસોમાં પરત મળી જશે તેમજ મોકલેલ નાણાં પરત જોઈતા હોય તો વધુ નાણા આ રકમ રિફંડ કરવા માટે મોકલવા પડશે વિગેરે જેવી લોભામણી લાલચો આપી કુલ રૂપિયા ૨૬,૯૦,૨૬૫/-ની છેતરપિંડી કરી હતી.
આ ગુનાની તપાસમાં આરોપીઓ બિહારમાં હોવાનું માલુમ પડતા પોલીસે ટીમ બનાવી બિહાર પહોંચી આરોપીઓનાં ચાલુ કોલ સેન્ટરનું સ્થળ જાણી ત્યાંથી પાંચ આરોપીઓને લોટરી ફ્રોડના સંસાધનો સાથે પકડી પાડયા હતા. આમ, પોલીસે સંજીતમિથીલેશ સહદેવસિંગ સિંઘ (રાજપુત), અમરજીતકુમાર શ્રીરામસિંઘ સિંઘ, રાકેશસિંઘ શ્રીરામસિંઘ સિંઘ, રાહુલકુમારસિંઘ સુનિલસિંઘ સિંઘ અને બ્રજેશ શ્રવણકુમાર સિંધની ધરપકડ કરી દેશભરમાં આરોપીઓએ રૂપિયા ૩૪.૫૪ લાખની છેતરપિંડીના કરેલ આઠ ગુન્હા ડિટેક્ટ કર્યા હતા.
