રાજ્ય સરકાર દ્વારા પી.એન.જી/એલ.પી.જી સહાય યોજના તથા પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના હેઠળના લાભાર્થીઓને વર્ષમાં ૨ વખત એલ.પી.જી સિલિન્ડરનું રીફીલીંગ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે.
જે લાભાર્થીઓનું એલ.પી.જી કનેક્શન ૩૧ માર્ચ-૨૦૨૫ સુધીમાં ઇન્સ્ટોલ થયેલ હોય તેવા લાભાર્થીઓને એપ્રિલથી જુન-૨૦૨૫ના ક્વાટરમાં ૧ તેમજ ૩૦મી સપ્ટેમ્બર-૨૦૨૫ સુધીમાં કનેક્શન મેળવનારા લાભાર્થીઓને ઓક્ટોબર-૨૦૨૫ થી ડીસેમ્બર-૨૦૨૫ના ક્વાટરમાં વિનામૂલ્યે એલ.પી.જી સિલિન્ડરનો લાભ મળવાપાત્ર છે.
ભારત સરકારની પ્રવર્તમાન પદ્ધતિ મુજબ તમામ લાભાર્થીઓ દ્વારા રીફિલની પુરેપુરી રકમ પ્રથમ ચુકવવાની રહેશે. ત્યારબાદ છુટક વેચાણ કીમત જેટલી રકમ ગ્રાહકના ખાતામાં ઓઈલ માર્કેટિંગ કંપની દ્વારા ડીબીટી મારફત વધુમાં વધુ ૩ કામકાજના દિવસોમાં જમા કરવવામાં આવશે. ઉપરોક્ત નોંધ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં આપવામાં આવી છે.
