વડોદરા શહેરમાં ખાબકેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જ્યારે આજવા સરોવરની સપાટીમાં પણ ઉપરવાસના વરસાદને કારણે ઝડપભેર વધારો થઈ રહ્યો હતો. બીજી બાજુ શહેરના ઉત્તર વિભાગમાં આવેલા દશરથ ગામે આવેલું મલાઈ તળાવ છલોછલ ભરાઈ જતા ફાટ્યું હતું. તળાવ ફાટતાં જ નીચાણવાળા વિસ્તારના ૪૦ જેટલા ઝુપડા પાણીમાં જોતજોતામાં ગરકાવ થઈ ગયા હતા. જોકે ભારે વરસાદના કારણે તળાવ આસપાસના નીચાણવાળા વિસ્તારના લોકો સલામત સ્થળે ખસી ગયા હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી.




