બારડોલી તાલુકાનાં ઉતારા ગામે રબારી ફળીયામાં નિતેશભાઈ રાજુભાઈ હળપતિ તેની પત્ની ક્રિષ્નાબેન હળપતિ સાથે રહે છે.
ગત તારીખ ૧૭/૪/૨૦૨૫ નારોજ ક્રિષ્નાબેનને તેની સાસુએ ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો. જેથી તેને ખોટુ લાગી આવતા બપોરે ઘરેથી કોઈને પણ કઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ હતી. મોડી રાત સુધી ક્રિષ્નાબેનની શોધખોળ કર્યા પછી તેનો કોઈ પત્તો નહી લાગતા પતિ નિતેશભાઈએ બારડોલી ગ્રામ્ય પોલીસ મથકે તેની પત્ની ગુમ થવા સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી.
