સુરત જિલ્લાનાં કામરેજનાં પરબ ખાતે રહેતી ૨૩ વર્ષીય નેપાળી પરિણીતા ૬ વર્ષીય પુત્રીને લઇને ઘરેથી ગુમ થઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલ કામરેજના પરબ ગામે ઓમ ટેક્સ્ટાઈલ્સ વિભાગ-૮ પ્લોટ નં-૧૧૯, ૧૨૦ના મકાનમાં રહેતી અને મૂળ નેપાળના ગુલમી જિલ્લાના થુલો લુમ્પેકની ૨૩ વર્ષીય પરિણીતા પૂજાકુંવર સૂર્યકુંવર પોતાની ૬ વર્ષીય દીકરી કાવ્યાકુંવર સૂર્યકુંવરને લઇને કોઇને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગઇ હતી. તે ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ આસપાસના વિસ્તાર સહિત સગા સંબંધીઓમાં તપાસ કરી હતી, પરંતુ તેઓ કોઇ પત્તો નહીં લાગતા પરિવારે કામરેજ પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
