ઉચ્છલના ભડભૂંજા ગામે રાત્રી દરમ્યાન એક ઘરમાં ઘુસી દંપતીને ચપ્પુ તથા સીલ્વર કલરની બંદુક જેવુ દેખાડી મારમારી ઘરેણાં સહીત અંદાજીત રૂપિયા ૩,૨૬,૦૦૦/- ની લૂંટ ચલાવી પાંચ જેટલા અજાણ્યા ચોર ઇસમો ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા હોવાની ફરિયાદ તા.૨૩મી જુલાઈ નારોજ ઉચ્છલ પોલીસ ચોપડે નોંધાઈ હતી. જોકે આ મામલે તાપી પોલીસની તપાસમાં ધાડ પાડી નાસી જનાર આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ પકડાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ વાહન સહીત કુલ્લે કિ.રૂ.૬,૭૭,૧૬૦/- નો મુદ્દામાલ પણ ક્બ્જે કરવામાં તાપી પોલીસને જોરદાર સફળતા મળી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઉચ્છલના ભડભુંજા ગામે ગાંધીનગર ફળીયામાં રહેતા ફરીયાદી સોનલબેન ગામીત નારણપુર ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, અને પરિવાર સાથે રહે છે. તેમજ પિતાજી ફળીયામાં આવેલ હાઇવેની બાજુમાં કરિયાણાની દુકાન ચલાવે છે. તારીખ ૨૩મી જુલાઈ નારોજ રાત્રી દરમિયાન ચપ્પુ તથા સીલ્વર કલરની બંદુક જેવું લઈને ઘરમાં ઘુસેલા પાંચ જેટલા અજાણ્યા ચોર ઇસમોએ સોનલબેન ગામીતનું મોઢું દબાવી માતા-પિતાજીને ઇન્જેક્શન મારી ભાઈ સહીત પરિવારના સભ્યોને બંધક બનાવ્યો હતો
એટલું જ નહી લુંટારુઓએ પરિવારના સભ્યોને ઢીકા પાટુનો માર મારી ધમકાવ્યો પણ હતો અને ઘરના કબાટમાંથી રોકડા રૂ.૨૦,૦૦0/-તથા ડાઇમન્ડનો સેટ તથા ત્રણ સોનાની ચેન,સોનાની ત્રણ જોડ બુટ્ટી,સોનાની ૦૨ નંગ વીંટી,મોબાઇલ ફોન, મોટર સાયકલ મળી કુલ્લે કિ.રૂ.૩,૨૬,૦૦૦/- ની લુંટ ચલાવી પાંચ જેટલા લુંટારુઓ ફરાર થઇ ગયા હતા. બનાવ અંગેની જાણ ઉચ્છલ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફરીયાદીની ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઈસમો સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.
લુંટારુઓને શોધી કાઢવા માટે તાપી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસમાં હતા,તે દરમ્યાન તારીખ ૩૦ મી જુલાઈ નારોજ પીએસઆઈ એન.એસ.વસાવા તથા પીએસઆઈ એસ.પી.સોઢા નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, “ધાડના ગુનાઓમાં સંડોવાયેલ બે ઇસમો એક સફેદ કલરની મારૂતી ઇકો કાર નંબર જીજે/૨૬/એઈ/૫૫૧૪ માં બેસી સુરત થી સોનગઢ તરફ આવે છે.” જે બાતમી હકિકત મળતા અલગ અલગ ટીમના તમામ માણસો સાથે વ્યારા ટીચકપુરા બાયપાસ રોડ સુરતથી સોનગઢ તરફ જતા ટ્રેક ઉપર વોચમાં હતા.
દરમ્યાન સુરત તરફથી એક સફેદ કલરની ઇકો કારનો પીછો કરી કારને વ્યારા કોલેજ રોડ ઉપર સુગર ફેક્ટરીની સામે રોડ ઉપર રોકી લીધેલ અને પકડાયેલ ઇસમો કાર ચાલક (૧) વિપુલ દાસીયાભાઇ ગામીત (૨) વિપુલભાઇ ભીખાભાઇ ધામેલીયા નાઓની ઉડાણ પુર્વક પુછપરછ આરોપી વિપુલ દાસીયાભાઇ ગામીતને આર્થીક સંકડામણ હોય તેના ગામમાં ફરીયાદી સોનલબેન ગામીતના ઘરે ચોરી કરવાની ટીપ પોતાના મિત્ર વિપુલ ધામેલીયાને આપતા તેણે તેના મિત્ર દર્શન રહે.સુરતનો સમ્પર્ક કરી ધાડ કરવાની વાત જણાવતા દર્શને તેના મિત્ર પરેશ રહે.સુરતનો સમ્પર્ક કરી ધાડ કરવાની વાત જણાવતા પરેશે મનીષ ઉર્ફે સીનુ નાયક રહે.હાલ પનવેલ હોટલ, મોટાવરાછા, સુરત મુળ રહે.રાથી ઝારખંડનો ચોરી કરવા સારૂ સમ્પર્ક કરતા મનીષ ઉર્ફે સીનુ નાયક બીજેશકુમાર ઉર્ફે પ્રધાન સીંગ રહે,જોનપુર યુ.પી.ને સુરત ખાતે બોલાવી ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.
આ તમામ આરોપીઓ સરથાણા જકાતનાકા પાસે ભેગા થઇ ઉચ્છલના ભડભૂંજા ગામના ગાંધીનગર ખાતે રહેતા બાલુભાઈ ગામીતના ઘરની રેકી કરી બ્રિજેશકુમાર ઉર્ફે પ્રધાન તથા તેની સાથે આવેલા બીજા ચાર ઈસમો તથા મનીષ ઉર્ફે સીનુ નાયક એમ ભેગા મળી એક ટાટા ઇન્ડીકા કારમાં ગાંધીનગર ખાતે આવી બાલુભાઇ ગામીતના ઘરે આવી રાત્રીના સમયે તેમના ઘરમાં ઘુસી ઘરના સભ્યોને ધમકાવી સોનાના દાગીના તથા રોકડા રૂપીયા ધાડ કરી ગુનાને અંજામ આપેલ હોવાની કબુલાત કરતા પકડાયેલ બન્ને આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 30,000/-તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા મારૂતી ઇકો કાર નંબર જીજે/૨૬/એઈ/૫૫૧૪ જેની આશરે કિ.રૂ.૪,૫૦,૦૦૦/- મળી કુલ્લે રૂ! ૪,૯૦,૦૦૦/- નો મુદ્દામાલ ક્બ્જે કર્યો હતો. ત્યારબાદ ગુનામાં સંડોવાયેલ આરોપી (૩) બ્રિજેશકુમાર ઉર્ફે પ્રધાન રામઆશરે સીંગ, ઉ.વ.૪૮, રહે. હાલ રહે, રૂમ નં.-૪૦૪, સાંઇ રેસીડેન્સી, સર્વોત્તમ હોટલની પાછળ, હલધરૂ. તા.પલસાણા, જી.સુરત મુળ રહે.ગામ- સોનાઇ, તા.મળીયાઠું, જી.જોનપુર (યુ.પી.)નાને શોધી પકડી પાડી તેની પાસેથી ગુનામાં વપરાયેલ વાહન નંબર વગરની ટાટા ઇન્ડીકા વિસ્ટા કાર, કિં. રૂ! ૧,૫૦,૦૦૦/-, રોકડા રૂ! ૭,૧૬૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૩, કિં. રૂ! ૩૦,૦૦૦/- મળી કુલ્લે રૂ! ૧,૮૭, ૧૬૦/- નો મુદ્દામાલ ક્બ્જે કર્યો હતો. (ગુજરાત સામ્રાજ્ય અખબાર)
પકડાયેલ આરોપી : (૧) વિપુલ દાસીયાભાઇ ગામીત ઉ.વ.૩૧, રહે.ગામ-ગાંધીનગર, ડેરી ફળીયુ, તા.ઉચ્છલ (૨) વિપુલભાઇ ભીખાભાઈ ધામેલીયા ઉ.વ.૪૧, રહે. હાલ ૨૩૨, તુલસી શ્યામ સોસાયટી, શ્યામ ધામ ચોક, નાના વરાછા, સુરત શહેર, મુળ રહે.ગામ-સગાપરા, તા.પાલીતાણા, જી.ભાવનગર (૩) બ્રિજેશકુમાર ઉર્ફે પ્રધાન રામઆશરે સીંગ ઉ.વ.૪૮, રહે. હાલ રહે. રૂમ નં-૪૦૪, સાંઇ રેસીડેન્સી, સર્વોત્તમ હોટલની પાછળ, હલધરુ, તા. પલસાણા, જી.સુરત. મુળ રહે.ગામ- સોનાઇ, તા.મળીયાહું, જી.જોનપુર (યુ.પી.)
મળી આવેલ મુદ્દામાલ :- (૧) રોકડા રૂપિયા ૩૭,૧૬૦/- (૨) મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ.૪૦,૦૦૦/- (૩) મારૂતી ઇકો કાર નંબર જીજે/૨૬/એઈ/૫૫૧૪ જેની આશરે કિ.રૂ.૪,૫૦,૦૦૦/- (૪) ગુનામાં વપરાયેલ વાહન નંબર વગરની ટાટા ઇન્ડીકા વિસ્ટા કાર, કિં. રૂ! ૧,૫૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૬,૭૭,૧૬૦/-નો મુદ્દામાલ ક્બ્જે કર્યો.
ગુનાહિત ઇતિહાસ- (૧) આરોપી બ્રિજેશકુમાર ઉર્ફે પ્રધાન રામઆશરે સીંગ, ઉ.વ.૪૮, રહે. હાલ રહે, રૂમ નં.-૪૦૪, સાંઇ રેસીડેન્સી, સર્વોત્તમ હોટલની પાછળ, હલધરૂ. તા.પલસાણા, જી.સુરત. મુળ રહે. ગામ- સોનાઇ, તા.મળીયાહું, જી.જોનપુર (યુ.પી.)
ગુજરાત રાજ્યના ગુના- (૧) સુરત ગ્રામ્ય કડોદરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં-૦૧૫૬/૨૦૨૩ આર્મ્સ એકટ કલમ- ૨૫(૧)બી, વિગેરે તથા ઇ.પી.કો.કલમ-૩૯૮, ૨૧૨, ૧૨૦(બી), ૩૪ મુજબ
ઉત્તરપ્રદેશ રાજ્યના ગુના – (૨) ઉત્તરપ્રદેશ જિ.જોનપુર બરસાઠી પો.સ્ટે. ગુ.૨.નં.૩૧૬૫૧૦૦૭૨૪૦૩૨૭/૨૦૨૪ ઇ.પી.કો.કલમ ૪૦૬ મુજબ (૩) ઉત્તરપ્રદેશ જિ. જોનપુર બરસાઠી પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૭૦/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૧૪૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬, એટ્રોસીટી એકટ વિગેરે.
ગુનાનો મોડેસ ઓપરેન્ડી : ગેંગ બનાવી રાત્રી દરમ્યાન ઘરમાં ઘાતક હથિયારો સાથે રાખી ધુસી ઘરના સભ્યોને ધમકાવી ગભરાવી જબરજસ્તીથી સોનાના દાગીના તથા રોકડા રૂપીયા લૂંટ કરી ઘરના સભ્યોને ઘરમાં જ બાંધીને નાસી જવાનો
