ઉચ્છલના વાઘસેપાના પાસ્ટર પાસેથી યુપીના શખ્સે ખ્રિસ્તી ટ્રસ્ટ બનાવવાના ખર્ચાના માટે અવારનવાર નાણાંની માંગણી કરી રૂ.૩.૬૯ લાખની છેતરપિંડી કરી ગુનો કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. આ કેસમાં ઉચ્છલ પોલીસે ઓનલાઈન છેતરપિંડી કરનાર ઇસમને અંકલેશ્વરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલ તાલુકાના નાના વાઘસેપા ગામના રહીશ કનુભાઈ કાતુડીયાભાઈ વસાવા ગત્ માર્ચ ૨૦૨૨માં ઉત્તરપ્રદેશના અમીતકુમાર નામના ઇસમ સાથે ઓળખાણ થતા જે ઇસમે મોબાઇલ નંબર લઈને અવારનવાર ફોન કરી પોતાના દુ:ખ વર્ણવતા રહેતા હતા.
ત્યારબાદ વારંવાર ફોન કરવા છતાં નંબર બંધ જ આવતો રહ્યો છે. તા.૪-૨-૨૫ સુધી અમીતકુમારનો ફોન બંધ જ આવતા પાસ્ટર સાથે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી ઓનલાઈન છેતરપિંડી થઇ હોવાનું જણાયું હતું. તમામ પૈસા ટ્રાન્સફર કરતી વખતે અમીતકુમારનું નામ અમીતકુમાર તરીકે બેન્કમાં દર્શાવતું હતું. ઈસમે ખ્રિસ્તી ટ્રસ્ટ બનાવવાના ખર્ચા માટેની પૈસાની માંગણી કરી તા.૭-૦૮-૨૪ થી તા.૧૮-૧૨-૨૪ ના સમયગાળા દરમ્યાન અલગ-અલગ કુલ રૂ.૩,૬૯,૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી ઓનલાઈન છેતરપિંડી કરનાર અમીતકુમાર સામે કાર્યવાહી કરવા ઉચ્છલ પોલીસ મથકે તા. ૧૪-૨-૨૫ નારોજ ફરિયાદ કરતા પોલીસે આરોપી અમિતકુમાર વિરેન્દ્ર ઉર્ફે વૃન્દા ઉર્ફે બ્રિન્દ પ્રસાદને અંકલેશ્વરથી ઝડપી પાડ્યો હતો.
