Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અણુમાલા ટાઉનશિપ ખાતે આકસ્મિક ઘટનાને પહોંચી વળવા અંગે મોકડ્રિલ કવાયત કરવામાં આવી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સમગ્ર દેશમાં સુરક્ષાના ભાગરૂપે મહત્વના સ્થળોએ મોકડ્રિલ નું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથે કાકરાપાર અણુમાલા ટાઉનશિપ ખાતે પોલીસ, DGVCL, ફાયર, આરોગ્ય  તથા પંચાયતના અધિકારીઓ કર્મચારીઓ સાથે સંકલનમાં રહી સાયરન વગાડી સાથે યુદ્ધના આકસ્મિક સંજોગોમાં શું કરવું તે અંગે સૂચના આપવામાં આવી હતી. ઓપરેશન અભ્યાસ અંતર્ગત યુદ્ધના સમયે જે પરિસ્થિતિ ઊભી થાય છે તેવી પરિસ્થિતિ ઉભી કરી એકઠા થયેલા ગ્રામ્યજનો અને નાગરિકોને આકસ્મિક પરિસ્થિતિમાં કેવા પગલા લેવા જોઈએ તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. અણુમાલા ટાઉનશીપ, પોસ્ટ ઉંચામાલા ખાતે હવાઈ હુમલાને પગલે આગ લાગવાની ઘટના બની હતી.

આગ લાગવાની ઘટના બનતા વ્યારા નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમને જાણ કરાઈ હતી જ્યાં તાત્કાલિક ધોરણે ફાયરની ટિમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી અને સમય દરમિયાન 108 એમ્બ્યુલન્સ ને પણ જાણ કરવામાં આવી હતી જેથી ઘાયલ થયેલા વ્યક્તિઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અન્ય અસરગ્રસ્ત લોકોને વાહન વ્યવસ્થા દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને વધુ સહાય માટે જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનામાં દરમિયાન ૧૭૫ જેટલા બચાવકર્મીઓ દ્વારા ૫૦ જેટલાં લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે ૩૦ લોકો ઘાયલ થાય હતા. જેમની નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ સ્વસ્થ હોવાની માહિતી મળી હતી.

સાંજના ૪ થી ૫.૨૫ કલાક સુધી બનેલી સમગ્ર ઘટનાને મોકડ્રિલ જાહેર કરાઈ હતી. આ મોકડ્રિલ વ્યારા મામલતદાર શ્રી ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી જેમાં  મોટી સંખ્યામાં ગ્રામ્યજનો તેમજ ટાઉનશિપમાં રહેવાસીઓ  હાજર રહ્યા હતા. ફાયર ફાઇટરની ટુકડી તથા મેડિકલ દ્વારા બચાવ કામગીરીનો ડેમોન્સ્ટેશન આપવામાં આવ્યો હતો. આ રેસ્ક્યુની મોકડ્રીલમાં તમામ વિભાગોના સંકલનથી સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવેલ હતી. સ્થળ પર હાજર જાહેર જનતાને યુધ્ધ જેવી પરિસ્થિતિમાં ક્યાં પગલાં લેવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!