તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

આસામનાં 22 જિલ્લામાં પૂરથી 5.35 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પૂર્વોત્તરમાં પૂરના રાપણે લાખોની સંખ્યામાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પૂર અને ભૂસ્ખલનના કારણે 36 લોકો અત્યાર સુધી જીવ ગુમાવી ચુક્યા છે. વળી, આ વિસ્તારના અનેક રાજ્યોમાં 5.5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પૂર્વોત્તર વિસ્તારમાં પૂર અને ભૂસ્ખલનના કારણે આસામમાં સૌથી વધુ 11 લોકોના મોત નિપજ્યા છે, ત્યારબાદ અરૂણાચલ પ્રદેશમાં 10, મેઘાલયમાં છ, મિઝોરમમાં પાંચ, સિક્કિમમાં ત્રણ અને ત્રિપુરામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

આસામમાં 22 જિલ્લામાં પૂરથી 5.35 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જોકે એક વ્યક્તિનું મોત થવાથી મૃતકોની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, 15 નદીઓ ઉભરઈ ગઈ છે. એક સંરક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર, સિક્કિમના છતેનમાં એક લશ્કરી છાવણીમાં ભૂસ્ખલનના કારણે ત્રણ સૈનિકોના મોત નિપજ્યા છે અને છ સૈનિકો ગુમ થયા છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સૌથી વધુ પ્રભાવિત વિસ્તારમાંથી એક લખીમપુર જિલ્લાની મુલાકાત લીધી અને પ્રભાવિત લોકોને દરેક સંભવ મદદ આપવાનું આશ્વાસન આપ્યું હતું.

હવામાન વિભાગે જણાવ્યું કે, આસામમાં મોટાભાગે સામાન્ય વરસાદની સંભાવના છે, જોકે અમુક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. વળી, અમુક જગ્યાએ અત્યાધુનિક વરસાદનું અનુમાન છે. મણિપુરમાં છેલ્લાં ઘણાં દિવસોથી સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે આવેલા પૂરથી 3365 ઘરોને નુકસાન થયું છે અને 19 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. લોકોને પ્રભાવિત વિસ્તારમાંથી નીકાળીને રાહત શિબિરમાં પહોંચાડવામાં આવ્યા છે. જેમાં મોટાભાગના ઇમ્ફાલ ઈસ્ટ વિસ્તારમાં બનાવવામાં આવ્યા છે. ઇમ્ફાલ ઈસ્ટ જિલ્લાના હેઇગાંગ, વાંગખેઈ અને ખુરઈ વિધાનસભા વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત છે. આ સિવાય સેનાપતિ જિલ્લો પણ પૂરથી પ્રભાવિત છે.