તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

નૈનિતાલમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનતા મોટાભાગની શાળાઓ, કોલેજો અને બજારો બંધ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉત્તરાખંડનાં નૈનિતાલમાં 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના સમાચાર પ્રકાશમાં આવ્યા બાદ હતા જેમાં આરોપ એ છે કે, 76 વર્ષીય ઉસ્માન લાંબા સમયથી છોકરી સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો. જેને લઈને બુધવારે રાત્રે શહેરમાં ભારે હોબાળો મચી ગયો હતો. મધ્યરાત્રિએ તોડફોડ અને પથ્થરમારા બાદ ગુરુવારે પણ તણાવની સ્થિતિ છે. મોટાભાગની શાળાઓ, કોલેજો અને બજારો બંધ છે. પોલીસનો ભારે બંદોબસ્ત દેખાઈ રહ્યો છે. હિન્દુ સંગઠનો અને વકીલોએ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે સરઘસ કાઢ્યું હતું.

બુધવારે મોડી રાત્રે, ઉસ્માન નામના વ્યક્તિ પર કિશોરી સાથે દુષ્કર્મ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ મામલાની માહિતી મળતા જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા. ગુસ્સે ભરાયેલા ટોળાએ કેટલીક દુકાનોમાં તોડફોડ શરૂ કરી દીધી અને લોકો પર હુમલો કર્યો. મલ્લીતાલ વિસ્તારમાં કેટલાક અજાણ્યા લોકોએ મસ્જિદ પર પથ્થરમારો કર્યો.

મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને હળવો બળપ્રયોગ કરીને ભીડને કાબુમાં લીધી હતી. વિરોધ કરનારાઓએ ગુરુવારે બજાર બંધ રાખવાનું એલાન કર્યું હતું. સવારથી જ પોલીસ સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે DSB કેમ્પસ સહિત ઘણી શાળાઓને પણ બંધ રાખવામાં આવી છે. પોલીસે તોડફોડ અને પથ્થરમારો કરનારાઓ પર લાઠીચાર્જ કર્યો હતો.