Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

૭ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતાં સોલીયા ગામના ખેડૂતમિત્ર મુકેશભાઈ વસાવા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણા થકી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં નર્મદા સહિત ગુજરાતના ખેડૂતમિત્રો ‘નેચરલ ફાર્મીગ’ તરફ પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના સોલીયા ગામના ખેડૂતમિત્રએ પણ ખેતરમાં કિટનાશક મારણ માટે દશપર્ણીઅર્કનો ઉપયોગ, બીજનાપટ માટે બિજામૃતનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરી સ્થાનિકોને એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે. ખેડૂતમિત્ર શ્રી મુકેશભાઈ વસાવા સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, આત્મા પ્રોજેક્ટ દ્વારા કૃષિ લગતી તાલિમો મેળવી તેમની પ્રેરણા થકી ખર્ચાળ ખેતી સરળ બની છે.

શરૂઆતમાં આવાકનુ કોઈ માધ્યમ ન હોવાને કારણે ઘણી તકલીફો પડતી હતી. ઘર છોડીને ૪ કે ૫ મહિના દૂર જઈને રોજગાર માટેનો સ્ત્રોત ઊભુ કરવુ પડતુ હતું. આજે ઘર આંગણે જ એક આવકનું માધ્યમ ઊભુ હોવાને કારણે આર્થિક પરિસ્થિતિમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. સોલીયા ગામના ખેડૂતમિત્ર શ્રી મુકેશભાઇ વસાવા છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. ખેતરમાં મિશ્રપાકવાળી પધ્ધતિ અપનાવી ટામેટાં, રીંગણ, ડુંગળી, કોબીજ, ફુલાવર, મરચાં, હળદર, સુરતી પાપડી, કોથમીર, તુવેર અને ભીંડામાંથી આવક મેળવી રહ્યા છે.

રાજ્યપાલની પ્રેરણા અને અભિગમ પ્રયાસ થકી નૅચરલ ફાર્મીગ ખેતી અંગેની પ્રેરણા, ખેડૂતલક્ષી યોજનાઓ, અવરનેસ કાર્યક્રમો સહિત તાલીમો મળી છે. જેનાથી પ્રાકૃતિક ખેતીમાં રોજબરોજ સુધારો થતો જાય છે અને આવકમાં વધારો થાય છે. મુકેશભાઇ વસાવા પોતાના ખેતરમાં બિજામૃત, ઘનામૃત, જીવામૃત જાતે બનાવી ખેતરમાં ઉપયોગ કરે છે. જેનાથી જમીનની ફળદ્રુપતા અને ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો છે. સરકારશ્રી દ્વારા પણ ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે કૃષિમેળા, પ્રેરણા પ્રવાસ, કૃષિને લગતા કાર્યક્રમો યોજવામાં આવે છે. તેમજ સ્થાનિક મોર્ડન ખેતીની મુલાકાત પણ કરાવવામાં આવે છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!