સોનગઢ તાલુકાના સિંગલખાંચમાં આવેલી કામધેનુ યુનિવર્સિટીના સેન્ટર એક્સલેન્સ ઇન એકવાકલ્ચર ખાતે આજરોજ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ૧૦ જુલાઈને રાષ્ટ્રીય કક્ષાએ મત્સ્ય ખેડૂત દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે. રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે આદિવાસી પ્રજા માટે દેશના વડાપ્રધાને કેટ કેટલી યોજનાઓ આપી છે.
આ સેન્ટર ૧૭ કરોડના ખર્ચે અંતરિયાળ વિસ્તારના લોકો માટે નિર્માણ કરવામાં આવ્યું છે. આપણે આત્મનિર્ભર અને પગભર બનીએ તે માટે ખેતીની સાથે પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ કરી શકીએ. અહીં નાના ખેડૂતોને અને માછીમારોને તાલીમ આપી પગભર કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં મેનેજમેન્ટ કોટામાં આદિવાસીઓને ફ્રિ શીપ આપવામાં આવે છે. આ સમારંભમાં યુવાનોને મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે એવોર્ડ વિતરણ, મત્સ્યપાલકોને ફિશીંગ કીટ, નિવાસી શાળાના બાળકોને ઇનામો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સેન્ટર ઓફ એક્સલેન્સ ઇન એકવાકલ્ચર તેમજ જળ જૈવ વૈવિધ્ય અંગે એક ડોક્યુમેન્ટ્રી બતાવવામાં આવી હતી.
