Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ની ઉજવણી કરાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર(રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર) ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલસાડના સંયુક્ત ઉપક્રમે ૨૭ ફેબ્રુઆરીથી ૦૫ માર્ચ ૨૦૨૫ દરમિયાન રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી “Empowering Indian Youth for Global leadership in Science & Innovation for VIKSIT Bharat” અંતર્ગત કરવામાં આવી હતી. ધરમપુર ખાતે તા.૨૮ ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન દિવસની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પ્રશ્નોત્તરી સ્પર્ધા, લિક્વિડ નાઇટ્રોજન શો, મેક એંડ ટેક હેન્ડ્સ ઑન સાયન્સ તથા ડૉ. રાજેશ સી. માલન (ગવર્મેન્ટ ઈજનેરી કોલેજ, વલસાડ)નું Quantum Physics: A Revolution વિષય પર લોકપ્રિય વિજ્ઞાન વ્યાખ્યાન યોજાયું હતું.

વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પ્રશ્નોત્તરી સ્પર્ધા, રોબો રેસ, રોબો સોકર, રૂબીકસ ક્યૂબ સોલવિંગ, GIF & logo making મેક એન્ડ ટેક સાયન્સ ટોય જેવી વિજ્ઞાનની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. 3D પ્રિન્ટિંગ તથા ડ્રોન સિમયુલેશન સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલસાડ દ્વારા ત્રિ- દિવસીય જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ પણ યોજાયો હતો. જેમાં ૧૫૦ જેટલા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

જેમાં કુલ મળીને લગભગ ૨૯૮૭ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા અન્ય મુલાકાતીઑએ મુલાકાત કરી હતી. ત્યારબાદ ઝોન કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ તા. ૩-૫ માર્ચ, ૨૦૨૫ દરમિયાન યોજાયો હતો. જેમાં વિવધ જિલ્લાની ૩૫ જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન લિક્વિડ નાઇટ્રોજન શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લગભગ ૨૩૦૯ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા ૩૭૫૯ મુલાકાતીઓએ મુલાકાત કરી હતી. આકાશદર્શન કાર્યક્રમમાં ટેલિસ્કોપની મદદથી પ્રજ્ઞેશ રાઠોડ, શિક્ષા અધિકારી, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર દ્વારા વિવિધ અવકાશી પદાર્થો જેવા કે ચંદ્ર, ગુરુ, શુક્ર, સુર્યકલંક, મંગળ, બુધ, યુરેનસ, મૃગ નિહારિકા, કૃતિકા, એંડ્રોમેડા ગેલેક્સી વગેરે બતાવવામાં આવ્યા હતા.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!