Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

નવસારી જિલ્લા પ્રભારી અને નાણા મંત્રીએ જિલ્લા તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લાની હાલની પરિસ્થિતીની સમિક્ષા કરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નવસારી જિલ્લામાં પૂર્ણા નદીમાં આવેલ પુરના કારણે નવસારી જિલ્લામાં વિવિધ સ્થળોએ પાણી ભરાયા છે. જેના પગલે સમગ્ર તંત્ર એકજુથ થઇ નાગરિકોને સુરક્ષિત સ્થળે પહોચાડવા સહિત બચાવ કામગીરીમાં જોડાઇ ગયા છે. આજરોજ નવસારી જિલ્લા પ્રભારી અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જિલ્લા તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લાની હાલની પરિસ્થિતીની સમિક્ષા કરી હતી. બેઠકમાં મંત્રીએ બચાવ કામગીરી, પુર આધારિત સ્થાનોનું વિશ્લેષણ, ફુડ પેકેટ, આરોગ્યલક્ષી કામગીરી સહિત બચાવ કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ, પાણી ઉતર્યા બાદનું એક્શન પ્લાન સહિતની બાબતોનું ઝીંણવટ પુર્વક સમિક્ષા કરી હતી.

બેઠકમાં કલેક્ટર ક્ષિપ્રા આગ્રે સહિત જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાએ તંત્ર દ્વારા હાથ ધરેલ કામગીરી અંગે મંત્રીશ્રીને અવગત કર્યા હતા. તેમણે નગરપાલીકાની ફાયરની ટીમ દ્વારા ખુબ સારી કામગીરી કરી શહેરીવિસ્તારના અંદાજીત ૨૦૨૩ તથા ગ્રામ વિસ્તારના ૧૨૦૦ નાગરિકોને સલામ સ્થળે ખસેડવા અંગે, પ્રિમોનસુન કામગીરીનું વિશ્લેષણ, લોકલ ડ્રેનેજ, ઉપરવાસમાં વરસતા વરસાદ, ભરતી ઓટના કારણે પાણીનું સ્તર, રોડ રસ્તા બંધ થવા અંગે, વિજલપોર નગરપાલિકામાં સ્ટેશન વિસ્તાર માટે તથા લોકલ ખાડી પાળ ઉભી કરવા માટે સ્પેશિયલ પેકેજ તરીકે આગામી દિવસોમાં કામગીરી હાથ ધરવા અંગે મંત્રીશ્રીને રજુઆત કરી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ નવસારી જિલ્લા તંત્રની કામગીરીથી સંતોષ વ્યક્ત કરી કામગીરીની સરાહના કરી હતી. તથા કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવેલ રજુઆતો ઉપર કામગીરી હાથ ધરવા અંગે સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!