નવસારી જિલ્લા એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પ્રોહિબિશનની કામગીરી માટે પેટ્રોલિંગમાં હતો. તે વખતે તેને બાતમી મળી હતી કે ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા લખેલ કેશવાન બોલેરોમાં દમણથી ઈંગ્લિશ દારૂનો જથ્થો ભરી લઈ જવામાં આવી રહ્યો છે.
તેથી પોલીસે તેના ડ્રાઈવર વિરલ રમેશભાઈ પટેલ (રહે. મોટીવાંકડ, સુરા ફળિયું, દમણ) અને પાર્થ જયદીપભાઈ ચૌધરી (રહે.ઉપલું ફળિયું, નવીઘાટ ગામ, વ્યારા)ને ઝડપી પાડી ઈંગ્લિશ દારૂ અને વાન મળી રૂ.૧૫,૫૪,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે આ ગુનામાં પોલીસે ઈંગ્લિશ દારૂ ભરાવનાર ભદ્રેશ અરવિંદભાઈ પટેલ (રહે.મોટીવાંકડ દમણ)ને વોન્ટેડ જાહેર કર્યો હતો. બનાવ અંગે ગણદેવી પોલીસે પ્રોહિબિશન એક્ટનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
