દેશમાં મેડિકલનો અભ્યાસ કરવાની ઈચ્છતા લાખો વિદ્યાર્થીઓ માટે મોટી ખુશખબરી સામે આવી છે. કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓના હિતમાં મેડિકલ બેઠકોમાં બંપર વધારો કર્યો છે. સરકારના નિર્ણય મુજબ MBBS અને PG કોર્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ સૌથી વધુ તક મળશે. સરકારના આ નિર્ણયથી ડૉક્ટરોની સંખ્યા વધશે અને આરોગ્ય સેવામાં પણ વધુ સારી મળશે. વાસ્તવમાં ઘણી વખત એવું બનતું હતું કે, કેટલાક વિદ્યાર્થીઓ મર્યાદિત બેઠકોને કારણે એડમિશન લઈ શકતા ન હતા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે સંસદમાં કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં 75000 નવી મેડિકલ બેઠકો વધારવાનો કેન્દ્ર સરકારે લક્ષ્યાંક રાખ્યો છે.
જેની જાહેરાત પહેલી ફેબ્રુઆરી-2025ના રોજ બજેટમાં કરવામાં આવી હતી. સરકારે દેશભરમાં નવી મેડિકલ કોલેજો શરૂ કરવા તેમજ વર્તમાન કોલેજોનો વિસ્તાર વધારવાની દિશામાં કામગીરી શરૂ કરી દીધી છે. વર્ષ 2014 પહેલા દેશમાં કુલ 387 મેડિકલ કોલેજો હતી. જોકે હવે તે વધીને 780 પર પહોંચી ગઈ છે.
જોકે સરકારના જણાવ્યા મુજબ હવે દેશભરમાં આવી 1.18 લાખ બેઠકો છે. ગત વર્ષે MBBSની 1.08 લાખ બેઠકો હતી, એટલે કે આ વર્ષે 10,000થી વધુ બેઠકોનો વધારો થયો છે. ચોથી મેના રોજ નીટ યૂજી 2025ની પરીક્ષા યોજાવાની છે, જેમાં લાખો વિદ્યાર્થીઓ સામેલ થશે. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરી લેશે તેમને MBBS (એલોપેથિક મેડિકલ કોર્સ), BAMS (આયુર્વેદિક દવા), BUMS (યુનાની દવા), BSMS (સિદ્ધ દવા), BHMS (હોમિયોપેથિક દવા), BDS (ડેન્ટલ સર્જરી) અને BVSC અને AH (વેટરનરી સાયન્સ અને એનિમલ હસબન્ડરી) જેવા કોર્સોમાં એડમિશન મળી જશે.
