રાષ્ટ્રીય તપાસ એજન્સીએ એક મોટી કાર્યવાહી કરતાં પ્રતિબંધિત આતંકી સંગઠન આઈએસઆઈએસના સ્લીપર મોડ્યુલના બે આતંકીઓની ધરપકડ કરી લીધી છે. આ ધરપકડ 2023માં મહારાષ્ટ્રના પૂણેમાં ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (આઈઈડી) બનાવવા અને ટેસ્ટ કરાવવા મામલે ધરપકડ કરાઈ છે. ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ઓળખ અબ્દુલ ફૈયાઝ શેખ ઉર્ફે ડાયપરવાલા અને તલ્હા ખાન તરીકે થઇ છે.
બંનેને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2ના ઈમિગ્રેશન બ્યુરોએ તે સમયે પકડ્યા હતા.
જેમાં ISIS સ્લીપર સેલ દ્વારા IED બનાવવા અને પરીક્ષણ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ કેસમાં અબ્દુલ્લા ફૈયાઝ શેખ અને તલ્હા ખાનને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા અને NIAએ તેમની ધરપકડ માટે પહેલાથી જ 3 લાખ રૂપિયાના રોકડ ઇનામની જાહેરાત કરી હતી. બંને આરોપીઓ સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA)ની કલમ 25 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
