અમદાવાદનાં નિકોલમાં રસપાન આર્કેડમાં મોબાઇલની દુકાનમાં નોકરી કરતા સ્ટોર મેનેજર અને સેલ્સ મેનેજરે ભેગા મળીને દુકાનમાંથી રોકડા રૂપિયા ૬.૬૫ લાખ અને એપલ કંપનીના રૂપિયા ૧.૦૨ કરોડના મોબાઇલ અને એસેસરીઝની ચોરી કરી હતી. જોકે દુકાન માલિકને બીલ વગર હેરાફેરીને શંકા જતાં દુકાનમાં ઓડિટ કરાવતાં ચોરીની જાણ થઇ હતી.
મણિનગરમાં રહેતા અને નિકોલમાં રસપાન ચાર રસ્તા પાસે મોબાઇલની ત્રણ દુકાન ધરાવતા યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં તેમની દુકાનમાં નોકરી સ્ટોર મેનેજર અને સેલ્સમેન સામે ફરિયાદ નોંધાવી છે કે દુકાનમાં દસ દિવસ પહેલા એપલ કંપનીના આઇફોન તથા એસેસરીઝની ચોરી થઇ હોવાની શંકા ગઇ હતી. જેને લઇને ઓડિટ કરાવતાં દુકાનમાં બીલ બનાવ્યા વગર મોબાઇલની હેરાફેરી થઇ હોવાનું બહાર આવ્યુ હતું આરોપીઓને પૂછતાં તેઓ કોઇ જવાબ આપતા ન હતા. તપાસ કરતાં દુકાનમાંથી રોકડા રૂપિયા ૬.૬૫ લાખ સહિત એપલ કંપનીના રૂપિયા ૧.૦૨,૪૪,૩૯૦ મોબાઇલ અને એસેસરીઝની ચોરી કરી હતી જોકે દુકાન માલિકને બીલ વગર હેરાફેરીને શંકા જતાં દુકાનમાં ઓડિટ કરાવતાં ચોરીની જાણ થઇ હતી. આ ઘટના અંગે નિકોલ પોલીસે ચોરીનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
