વલસાડ જિલ્લાનાં કપરાડાનાં નિલોસી ગામે ચાર દિવસ પહેલાં મોડી સાંજે ફળિયાને ૩ મકાનોને નિશાન બનાવ્યા હતા. ચોરટાઓએ રોકડા રૂપિયા ૬૦,૦૦૦ અને ચાંદીનાં ઘરેણાં મળી કુલ રૂપિયા ૬૮ હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગેની ફરિયાદ કપરાડા પોલીસ મથકમાં નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, કપરાડાના નિલોસી ગામના સાવરમાળ ફળિયામાં રહેતા શૈલેષભાઈ ઝીણાભાઈ કુરકુટીયા નામના ખેડૂત તેમની પત્ની સહિતના પરિજનો સાથે રહે છે.
ગત તારીખ ૦૯/૦૫/૨૫ નારોજ શૈલેષભાઈનો પરિજનો તેમજ ફળિયામાં રહેતા રહીશો તેમના ઘરના મુખ્ય દરવાજાને તાળું મારી, ઘર બંધ કરીને બપોરે ઘોટન ગામે સગાઈ વિધિમાં ગયા હતા.
ત્યારબાદ ચોરટાઓએ કબાટમાંથી રોકડા રૂપિયા ૪૦,૦૦૦ લઈને ફરાર થઈ ગયા હોવાનું જણાયું હતું. શૈલેષભાઈએ ફળિયામાં તપાસ કરતા ફળિયામાં રહેતા શૈલેષભાઈ ભાંવરના ઘરમાં પણ ચોરટાઓએ બારી મારફતે ઘરમાં પ્રવેશ કરી, ઘરનાં લોખંડનો કબાટ કુહાડી અને દાતરડાથી તોડીને કબાટમાંથી રોકડા રૂપિયા ૨૦ હજારની ચોરી કરી હતી. ત્યારબાદ ચોરટાઓએ પ્રકાશભાઈ ભુભાના ઘરમાં બારી મારફતે પ્રવેશ કરી કબાટમાંથી ચાંદીના સાંકડા કિંમત રૂપિયા ૭,૦૦૦ અને ચાંદીના વિટલા કિંમત રૂપિયા ૧,૦૦૦ મળી કુલ રૂપિયા ૬૮,૦૦૦/-ની ચોરી કરી હતી. બનાવ અંગે શૈલેષભાઈ કુરકુટીયાએ કપરાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
