તાપી જિલ્લાના છેવાડાનો તાલુકો નિઝરના કાવઠાં પુલ ઉપરથી ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલએ પીકઅપમાં મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા રૂપિયા ૧૯.૬૩ લાખના વિદેશી દારૂ સાથે બે ઇસમોને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, નિઝર તાલુકાનાં કાંવઠા પુલ પાસેથી વેલ્દા ટાંકીથી કુકરમુંડા જતા રોડ ઉપર ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલએ તારીખ ૧૯/૦૬/૨૦૨૫ નાંરોજ વોચ ગોઠવી મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિને ખુલ્લી કરી હતી. જોકે ગેરકાયદેસર દારૂનો જથ્થો લઈ જતી પીકઅપને ઝડપી પાડી જેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૦,૧૭૬ નંગ બોટલો મળી આવી હતી રૂપિયા ૧૯,૬૩,૯૬૮/-નો મુદ્દામાલ તથા બોલેરો પીઅકપ જેની કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦/- અને ત્રણ નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા ૨૪,૭૬,૪૬૮/-નાં મુદ્દામાલ સાથે સમીર ઉર્ફે હરીશ શેખ (રહે.સરા લાઈન આઈસ ફેકટરી પાસે, બીલીમોરા, જિ.નવસારી), અને અમર ફુલસિંગ વળવી (રહે.ખાપર ગામ, અક્કલકુવા, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર)ની અટક કરી હતી, જ્યારે વિકી ઉર્ફે વીકી વડર રવિભાઈ વડર (રહે.ખાપર, અક્કલકુવા), દારૂ સપ્લાયર બંટી, રાજુ (રહે.દોંડાઈચા, મહારાષ્ટ્ર)નાંઓને મળી ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
