Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગ્રામ પંચાયત સામાન્ય, વિભાગીય, મધ્યસત્ર અને પેટા ચૂંટણી-૨૦૨૫ સંદર્ભે તાપી જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ કરાવવા અંગે જાહેરનામું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો કાર્યક્રમ જાહેર થયેલ છે. ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ને લક્ષમાં લઈ, જાહેર શાંતિ અને સલામતિ જાળવવા પગલા લેવા જરૂરી છે. તેમજ કોઈપણ પ્રકારની સુલેહશાંતિનો ભંગ ન થાય અને જાહેર સલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા બહાર પાડેલ ચૂંટણી આચાર સંહિતાની જોગવાઈઓના અમલ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, તાપી-વ્યારા આર.આર. બોરડ  દ્વારા તેમને મળેલ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ હેઠળ સત્તાની રૂએ કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંદ ફરમાવ્યો છે.

જાહેરનામા મુજબ તાપી જિલ્લા હદ વિસ્તારમાં ઉશ્કેરણીજનક ભાષણો આપવાની, ચાળા પાડવાની અથવા નકલો કરવાની, ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની અથવા અધિકારીઓના અભિપ્રાય પ્રમાણે સુરૂચિ અથવા નીતિનો ભંગ થતો હોય અથવા તેનાથી રાજયની સલામતી જોખમાતી હોય અથવા જેના પરિણામે રાજય ઉથલી પડવાનો સંભવ હોય તેવા ઉશ્કેરણીજનક ભાષણો આપવાની અથવા ચાળા કરવાની અને તેના ચિન્હો, નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની દેખાદેખી અથવા તેઓ ફેલાવો કરવા જેવા કૃત્યો કરવા પર પ્રતિબંદ ફરમાવ્યો છે. આ હુકમ તા.૨૭/૦૬/૨૦૨૫ના કલાક ૨૪.૦૦ સુધી અમલમાં રહેશે.હુકમનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!